- સિવિલમાં રાજસ્થાનથી કેન્સરમાં મહિને 250, કિડનીના 400 દર્દી આવે છે
- આયુષ્યમાન જેવી સરકારી યોજનાનો લાભ મળે તે દિશામાં પગલાં ભરવા માંગ
- રાજસ્થાનનું ભામાશા કાર્ડ ગુજરાતની હોસ્પિટલોમાં વેલિડ નથી
કિડની, કેન્સર, હાર્ટ, સ્પાઈન સહિતની ગંભીર બીમારીની સારવાર માટે અમદાવાદ સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં પાડોશી રાજ્ય રાજસ્થાનના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે,જોકે રાજસ્થાનમાં સારવાર માટે જે ભામાશા કાર્ડ અપાયું છે તે ગુજરાતની હોસ્પિટલોમાં વેલિડ નથી, જેના કારણે નાછૂટકે નાણાં ચૂકવી સર્જરી કરાવવી પડે છે.
રાજસ્થાનથી આવતા દર્દીઓ, સ્વજનોનો સૂર છે કે, ગુજરાત સરકારે પાડોશી રાજ્યના દર્દીઓ માટે આયુષ્યમાન જેવી સરકારી યોજનાનો લાભ મળે તે દિશામાં પગલાં ભરવા જોઈએ. સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં દર મહિને રાજસ્થાનથી અંદાજે 250 જેટલા નવા દર્દીઓ આવે છે, જેમાં અંદાજે 90 ટકા જેટલા દર્દી એવા હોય છે જેમને સર્જરી, કિમોથેરાપી વગેરે સારવારની જરૂર પડે છે. આ દર્દીઓને સરકારી હેલ્થ કાર્ડ યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે. અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલમાં અંદાજે મહિને 400 જેટલા પેશન્ટ આવતાં હોય છે,


