અમદાવાદના ફતેહવાડીમાંથી ક્રાઇમબ્રાન્ચે રેડ કરીને 10 જૂગારીને ઝડપી પાડ્યા છે. ક્રાઇમબ્રાન્ચે 10 જુગારીઓને ઝડપી 1.46 લાખ રોકડ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 10 જૂગારીઓ પાસેથી 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ક્રાઈમ બ્રાંચને અમદાવાદમાં આવેલા ફતેવાડીમાં હંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગાનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ફતેવાડીમાં ચાલતા જૂગારધામમાં રેડ કરી હતી. જૂગારધામમાંથી 10 જુગારીઓને ઝડપીને 1.46 લાખ રોકડ અને 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોહંમદ સિદ્દીક વોરા નામનો આરોપી જુગાનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે, ફતેહવાડીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં 10 જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે 10 જુગારીઓને ઝડપી 1.46 લાખ રોકડ, 4 મોબાઈલ, 3 વાહનો સહિત 3.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


