- 30થી વધારે કર્મચારીઓને નોટિસ આપવામાં આવી
- નાગરિકોના કામ નહીં કરતા હોવાની ફરિયાદ
- ઘણાં સમયથી ટેક્ષ વિભાગની ફરિયાદો હતી
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરી દ્વારા ટેક્ષ વિભાગના 30 થી વધુ અધિકારી કર્મચારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી છે.
છેલ્લા ઘણાં સમયથી ટેક્ષ વિભાગના અધિકારી અને કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદો વધી ગઈ હતી. મોટા પ્રમાણમાં લોકોની ફાઈલો જમા કરવી અને લોકોના કામ નહીં કરવાના મુદ્દે શોકોઝ નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં એક જ ટેબલ પર 3 વર્ષ કે તેથી વધારે સમય સુધી કામ કરતા હશે તેમની પણ વિભાગીય બદલી માટે આદેશ આપવામાં આવશે.


