AMC દ્વારા શહેરના પૂર્વ પટ્ટામાં નિકોલ વોર્ડમાં કઠવાડા અને આસપાસના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ ઉભરાવાની તથા ગટરો બેક મારવાની સમસ્યા હળવી કરવાની નેમ સાથે રૂ. 68.56 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી નિકોલ વોર્ડમાં કઠવાડા અને આસપાસના વિસ્તારોમાંવરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના અભાવે ચોમાસામાં વારંવાર વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા સર્જાવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી આ મામલે રહીશોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. આ હેતુસર વાંરવાર કરાયેલી ફરિયાદોને પગલે રૂ. 68.56 લાખના ખર્ચે નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવતાં ટુંક સમયમાં વર્ક ઓર્ડર આપ્યા પછી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યાનુસાર, 2020માં કઠવાડા ગામનો AMCની હદમાં સમાવેશ કરાયો હતો. જોકે, પાંચ વર્ષ વીતવા છતાં કઠવાડા ગામ અને આપાસના વિસ્તારોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સુવિધા ઉભી નહીં કરવાને કારણે વારંવાર ડ્રેનેજ લાઈનો ઉભરવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. કઠવાડામાં અને આસપાસના વિસ્તારોને સાંકળતા નવા TP રોડ બનાવવા માટે પણ સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાનમાં રાખીને AMC દ્વારા કઠવાડા અને આસપાસના વિસ્તારોમાં નવા ખુલ્લા થયેલા TP રસ્તા ઉપર અને નવા ડેવલપ કરવા અને નવા રોડ પર નવી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનું આયોજન કરાયું છે અને આ આયોજનના ભાગરૂપે રૂ.68.56 લાખના ખર્રચે કોન્ટ્રાકટરને કામગીરી સોંપવા કવાયત હાથ ધરી છે અને વર્ક ઓર્ડર અપાયા પછી ટુંક સમયમાં સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી શરૂ કરાશે.


