- કેન્સર હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂકને પડકારતી અપીલ ડિવિઝન બેંચે ફગાવી
- કેન્સર હોસ્પિટલના ડિરેકટર શશાંક પડયા જ રહેશે: HC
- કેન્સર હોસ્પિટલમાં ચાલતો વહીવટ પર સરકારનો કંટ્રોલ નહીં : HC
એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલના ડિરેકટર શશાંક પંડયાને હાઇકોર્ટથી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યુ છે કે કેન્સર હોસ્પિટલના ડિરેકટર શશાંક પડયા જ રહેશે. કેન્સર હોસ્પિટલમાં ચાલતા વહીવટ પર સરકારનો કંટ્રોલ નહી આવે. કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ રાજ્યની નહીં હોવાથી કોર્ટ હસ્તક્ષેપ નહી કરે. કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ કેન્દ્ર સરકારના સ્વાથ્ય મંત્રાલયમાં માન્યતા મળી છે.
કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ રાજ્યની નહીં હોવાથી કોર્ટ હસ્તક્ષેપ નહી કરે
શહેરના સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલના ડિરેક્ટરની નિમણૂકને પડકારતી અપીલ હાઇકોર્ટની ડિવિઝન બેંચે ફગાવી કાઢી છે. આ સાથે જ કેન્સર હોસ્પિટલ અને ડિરેક્ટર ડો. શશાંક પંડ્યાને હાઇકોર્ટમાંથી વધુ એકવાર મોટી રાહત મળી છે. અગાઉ આ મામલે હાઇકોર્ટના સિંગલ જજે પણ ડિરેક્ટરની નિમણૂકને પડકારતી રિટ પિટિશન રદબાતલ કરી હતી. જે ચુકાદા સામે ડિવિઝન બેંચ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અપીલને ફગાવી કાઢી હતી.
ગુજરાત હાઇકોર્ટ અગાઉ વર્ષ 1991માં આપેલ ચુકાદો યોગ્ય ગણાવ્યો
વર્ષ 1991માં કેન્દ્ર સરકાર સાથે કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ હોવાનું હાઇકોર્ટનો હતો ચુકાદો. કેન્સર હોસ્પિટલના ડિરેકટરની નિમણુંકને હાઇકોર્ટમાં પડકરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે અરજીનો કર્યો નિકાલ. હાઇકોર્ટથી કેન્સર હોસ્પિટલના ડિરેકટર શશાંક પડયાને મળી રાહત.


