By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    14 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad :થોડા નાણાકીય-લાભ માટે ટ્રાફિક-પોલીસ અને RTOની મિલીભગતથી નાગરિકો હેરાન થાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad :થોડા નાણાકીય-લાભ માટે ટ્રાફિક-પોલીસ અને RTOની મિલીભગતથી નાગરિકો હેરાન થાય છે

agragujaratnews
Last updated: 2024/07/23 at 5:51 AM
2 years ago
Share
Ahmedabad :થોડા નાણાકીય-લાભ માટે ટ્રાફિક-પોલીસ અને RTOની મિલીભગતથી નાગરિકો હેરાન થાય છે
SHARE

  • જાહેરમાં પાર્કિંગ, સ્કૂલવાનમાં બાળકો જેવા મુદ્દે HCએ ટ્રાફિક પોલીસ, RTOનો ઉધડો લીધો
  • 1,500ના સ્ટાફમાં 80 લાખની વસતીને કંટ્રોલ ન કરી શકાય તેવો પોલીસનો જવાબ શરમજનક છે
  • અદાલતને તમારી ડ્રાઇવમાં રસ નથી, કાયદાની જોગવાઇઓનું પાલન થાય તેમાં રસ છે: હાઈકોર્ટ

શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમિટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે હાઈકોર્ટે આજે ટ્રાફ્કિ પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા.

હાઈકોર્ટેએવી પણ ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફ્કિ પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઇ રહ્યા છે. ખાડે ગયેલી સમસ્યાને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના ગૃહ વિભાગ, ટ્રાફ્કિ પોલીસ, આરટીઓના જવાબદાર અધિકારીને તા.14મી ઓગસ્ટે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઇકોર્ટે ટ્રાફ્કિની ઉપરોકત સમસ્યાઓ પરત્વે જરૂરી ખુલાસા અને ટ્રાફ્કિ સીસ્ટમને સુધારવા શું પગલા લેવા માંગો છો તે મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજયના ગૃહ વિભાગના સચિવ, રાજયના ડીજીપી(પોલીસ મહાનિર્દેશક) આરટીઓ, ટ્રાફ્કિ પોલીસના જવાબદાર અધિકારીને હુકમ કર્યો હતો.

હાઈકોર્ટે સરકારી વકીલને રોકડુ પરખાવ્યું હતું કે, તમારા ડીસીપી અગાઉ એવું કહેતા હતા કે, 1500 માણસોના સ્ટાફ્માં 80 લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકીએ જો આવો તમારો જવાબ હાય તો બહુ શરમજનક વાત કહેવાય. આ તો તમારી ડયુટી છે, તેમાં કોઇ બાંધછોડ ના ચાલે. સરકારી વકીલે કહ્યુ કે, હુ માફી ચાહુ છું ડીસીપીના આવા જવાબ બદલ. જેથી હાઇકોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, તમારા માટે શું માણસોના દિમાગની કોઇ જ કિંમત નથી. થોડો લાભ મેળવવા માટે ટ્રાફ્કિ, આરટીઓના મેળાપીપણામાં લોકો હેરાન થાય છે, તમને કંઇ પડી જ નથી. ભ્રષ્ટાચાર અથવા પર્સનલ ભાગીદારી હોય તો જ આ બધુ કરવાની દેવાની છૂટ અપાતી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

તમારી ડ્રાઈવમાં કોર્ટને રસ નથી, આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરતા

ટ્રાફ્કિ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવાય છે, જેથી હાઈકોર્ટે તરત જ તેમના બચાવનું ખંડન કરતાં જણાવ્યું કે, અદાલતને તમારી ડ્રાઇવમાં રસ નથી, કાયદાની જોગવાઇઓનું પાલન થાય તેમાં રસ છે. તમે અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ ના કરો. હાઇકોર્ટને બતાવવા માટે પંદર દિવસ કરવા ખાતર ડ્રાઇવ ચલાવો છો અને પછી બધુ એનું એ..તમારા પશ્ચિમ ઝોનના ડીસીપી તમારા પોલીસવાળાને એવું કહેતા હતા કે, હાઇકોર્ટે કહ્યું એટલે હમણાં ધ્યાન રાખજો..તો શુ તમે હાઇકોર્ટને બતાવવા આ બધુ કરો છે અને પછી જેમ ચાલે છે તેમ ચાલવા દેવું છે એમ..? હાઇકોર્ટના હુકમોને તમે ટેકન ફેર ગ્રાંટેડની જેમ લેવા માંગો છો અને નાગરિકોને તમે આ રીતે સેવા આપવા માંગો છો. પ્રજાના જનમાનસ પર તમારી કેવી છાપ જાય છે એ તો જરા વિચારો.

તો લકઝરી બસો કેમ ઉપાડી જતા નથી

હાઇકોર્ટે ટ્રાફ્કિ પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું કે, પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં તેનું કેમ પાલન થતુ નથી અને લક્ઝરી બસો કેવી રીતે શહેરમાં પ્રવેશ કરે છે અને ગેરકાયદે પાર્કિંગ થઇ જાય છે..? ખુદ ચીફ્ જસ્ટિસનો હુકમ છે છતાં કેમ પાલન તમે કરી શકતા નથી..?? લકઝરી બસો શહેરના માર્ગો પર બ્રિજની નીચે કે ગમે ત્યાં આડેધડ પાર્ક કરી દેવાય છે. જો કોઇ ટુ વ્હીલર લાઇનની સહેજ બહાર નીકળી જાય કે ગમે ત્યાં પાર્ક થઇ જાય તો ઉપાડી જાઓ છો અને દંડો છો તો લક્ઝરી બસો તેમ ઉપાડી જતા નથી અને તેને કેમ દંડ ફ્ટકારતા નથી..? અદાલતને સમજાવો..આની પાછળનું કારણ શું…? આવી ભેદભાવભરી નીતિ કેમ ચાલી રહી છે..?

સ્કૂલવાનમાં CNG કીટ પર બાળકોને બેસવાની કેવી રીતે છૂટ આપી શકાય

સીએનજી વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડવા સહિતની અનેક ટ્રાફ્કિ સમસ્યાઓને લઇ ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફ્કિ પોલીસથી માંડી આરટીઓ સત્તાવાળાઓનો પીરીયડ લઇ નાંખ્યો હતો. હાઈકોર્ટએ જણાવ્યું કે, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકો બેઠા હોય તો તમે તેને છૂટ આપો છો..? શું બાળકોના જીવના જોખમને લઇ તમને ગંભીરતા નથી. સ્કૂલ રીક્ષામાં બાળકોની બેગ લટકણીયામાં બહાર લટકતી હોય તેવી પણ કયાં મંજૂરી છે..? શુ માણસના જીવની તમારે મન કોઇ કિંમત નથી..?

ટ્રાન્સપોર્ટ વ્હિકલ નીકળે ત્યારે દસ પોલીસ તેને કેમ ઘેરી લે છે

હાઇકોર્ટે બહુ જોરદાર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જો કોઇ ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળે તો તમારી ટ્રાફ્કિ પોલીસના દસ માણસો તેને ઘેરીને ઉભા હોય છે અને બીજાને છૂટ આપી દેવાય છે, તમારી પોલિસીમાં શું આવું કંઇ છે. આની પાછળનો હેતુ શું…? આવું કેમ..? ખરેખર તો ટ્રાફ્કિ પોલીસ શેના માટે રાખી છે તે કંઇ સમજાતું નથી..? એ ટ્રાફ્કિ નિયમન માટે છે કે, કાયદાનું પાલન કરાવવા છે કે શેના માટે છે એ જણાવો ને…અમને જરા..હાઇકોર્ટે સુણાવ્યું કે, શું ડિટેઇન કરો છો..500માંથી પાંચ વાહનો ડિટેઇન કરો એ શું ડિટેઇન કહેવાય…?? 495 વાહનો તો ચાલે જ છે ને ગેરકાયદે પાર્ક થાય જ છે ને…

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 4 days ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?