- ન્યુ રાણીપલો રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
- 8 જાન્યુઆરીએ પૂજાવિધિ બાદ યાત્રાનો પ્રારંભ, 20મીએ અયોધ્યા પહોંચશે
- 18 દિવસની યાત્રા દરમિયાન 20 શહેરોમાં કરશે યાત્રા રોકાણ
અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણીને લઈને દેશભરમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે, અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય શ્રી રામ ચરિત્ર માનસ યાત્રા યોજાશે. આ યાત્રામાં 1008 ભક્તો સામેલ હશે. આ યાત્રા અમદાવાદથી નીકળીને અયોધ્યા પહોંચશે.
મળતી માહિતી મુજબ, યાત્રાનું આયોજન ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા રામ ચરિત્ર માનસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહી છે. આ યાત્રા 18 દિવસની લાંબી છે. 8 જાન્યુઆરીથી યાત્રાનો અમદાવાદથી પ્રારંભ થશે. 8 જાન્યુઆરીએ પૂજા વિધિ થશે અને 9 જાન્યુઆરીએ યાત્રા નીકળશે. 18 દિવસનું મુસાફરી કરીને આ યાત્રા 20 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે.
રથયાત્રા 22 જાન્યુઆરીના રોજ મંદિરમાં ધ્વજા ફરકાવશે અને દર્શન કરશે. 23 જાન્યુઆરીએ તમામ ભક્તો માટે નિર્ધારિત દર્શન અને 25 જાન્યુઆરી સુધીમાં યાત્રા અમદાવાદ પરત ફરશે. લગભગ 12 શહેરોમાં યાત્રા રોકાણ કરશે. યાત્રા માટે નોંધણી 26 ડિસેમ્બરથી બપોરે 2 વાગે શરૂ થશે. સમગ્ર રામ ચરિત્ર માનસ યાત્રા દરમિયાન ‘રામ નામ’નો જાપ કરવામાં આવશે. ‘પારાયણો’ના વાંચનની સાથે સાથે 15 પંડિતો જોડાશે ભજન કીર્તન,પૂજા, કથા,જાપ,નાટક, સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.


