- પોસ્ટઓફિસના પાર્સલમાંથી કરોડોનો ગાંજો ઝડપાયો
- રમકડાંની આડમાં ગાંજો પાર્સલમાં લવાતો હતો
- 2 શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદમાં પોસ્ટઓફિસના પાર્સલમાંથી 1.25 કરોડનો ગાંજો ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રમકડાંની આડમાં કરોડોનો ગાંજો પાર્સલમાંથી અચાનક ગાંજાનો જથ્થો મળતા તંત્ર દોડતું થયું હતું.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં બૂટલેગરો બેફામ થયા છે. આ સાથે ગાંજો, ડ્રગ્સ અને દારૂના બૂટલેગરો અને પેડલરો સામે ક્રાઈમબ્રાન્ચ-કસ્ટમનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તેવામાં અમદાવાદમાં રમકડાંની આડમાં પોસ્ટઓફિસના પાર્સલમાંથી કરોડોનો ગાંજો ઝડપાયો છે. પોલીસે પોસ્ટઓફિસના પાર્સલમાંથી અંદાજીત 1.25 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો છે.
ક્રાઈમબ્રાન્ચે સમગ્ર મામલે 2 શખ્સોની અટકાયત કરીને અંદાજે 1.25 કરોડનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


