- એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા
- 6 હજાર લોકો રોંગ સાઈડ વાહન ચલાવનાર ઝડપાયા
- એક વર્ષમાં 9 હજાર લોકો હેલ્મેટ ન પહેરનારા ઝડપાયા
રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ લોકો હજી પણ પોતાની જ જાળવણી માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવામાં કાળજી રાખી રહ્યા નથી. હાલમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ છતાં છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. જેની સાથે 6 હજાર લોકો રોંગ સાઈડ આવનાર તો 9 હજાર લોકો હેલ્મેટ વગરના સામે આવ્યા છે.
લોકોની સુરક્ષા માટે વારંવાર પોલીસ દ્વારા લોકોને સીટ બેલ્ટ પહેરવાથી ળઈ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવે છે. તેમ છતાં લોકો દંડ અને તમામ બાબતોની ચિંતા કર્યા વગર બેફામ રીતે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે. અમદાવાદમાં સીટ બેલ્ટ ન પહેરનાર પાસેથી પોલીસે અત્યાર સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલ્યો છે.
સીટ બેલ્ટમાં સૌથી વધુ લોકો બેકાળજી
જ્યારે છેલ્લા એક વર્ષમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકો ઝડપાયા છે. આ ઉપરાંત ટુ-વ્હીલર પર લોકોની સુરક્ષા માટે હેલ્મેટ ખૂબ જ આવશ્યક માનવામાં આવી રહ્યું છે. જેના માટે પણ પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી લોકોને દંડ ફટકારી સાવચેત કરે છે તેમ છતાં અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં 9 હજાર લોકો હેલ્મેટ ન પહેરનારા ઝડપાયા છે.
રોંગ સાઈડ આવમાં નથી લાગી બ્રેક
બીજી તરફ લોકોમાં ટ્રાફિકનું ભાન થાય અને રોંગ સાઈડ ન આવે તેના માટે ટાયર ક્લિર બમ્પ લગાવવામાં આવ્યા હતા. છતાં પણ હજી સુધીમાં અમદાવાદમાં 6 હજાર લોકો રોંગ સાઈડ વાહન ચલાવનાર ઝડપાયા છે. જે પણ મુખ્ય રસ્તાઓ પરની સ્થિતિ જોવા મળી છે. વારંવાર પોલીસની અપલી અને ટ્રાફિક ડ્રાઈવ ચલાવ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.


