- ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો
- ઝાડા – ઉલ્ટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા
- સ્વાઇન ફ્લુ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો
અમદાવાદીઓ પાણી પીતા પહેલા સાચવજો. જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે ઝાડા – ઉલ્ટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા છે. સ્વાઇન ફ્લુ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. તેમાં લાંભા, વાડજ, દાણીલીમડા અને ઇન્દ્રપુરીમાં કોલેરા કેસ નોંધાયા છે.
ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા
ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના માર્ચ મહિનાના આંકડા જોઇએ તો ઝાડા ઉલ્ટીના 775 કેસ, કમળોના 112 કેસ, ટાઇફોટના 259 તેમજ કોલેરાના 8 કેસ સાથે સ્વાઇન ફુલ કેસમાં મધ્ય ઝોનમાં 6 તથા પશ્ચિમ ઝોન 79 અને ઉતર પશ્ચિમ ઝોન 48 તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોન 31 કેસ આવ્યા છે. તેમજ પૂર્વ ઝોનમાં 16 કેસ, ઉતર ઝોનમાં 28 સાથે દક્ષિણ ઝોન 24 કેસ આવ્યા છે.
અમદાવાદમાં એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી
અમદાવાદમાં એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી. જે રીપોર્ટમાં ખુલાસો થયો છે. કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યુ છે. તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર સંશોધન કર્યું હતુ. ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ વિભાગના વિધાર્થી દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયુ હોવાની વાત છે. વિધાર્થી દ્વારા 23 તળાવમાં પાણીમાં 18 પેરામીટર પર સંશોધન થયુ છે.


