- અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
- અમદાવાદીઓમાં ક્રિકેટને લઈ ક્રેઝ
- મેચ બાદ મેટ્રો સ્ટેશનની બહાર લાગી લાંબી લાઈન
અત્યારે ક્રિકેટનો સૌથી મોટો કુંભ એટલે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ વર્લ્ડકપને લઈ ક્રિકેટ ફેન્સમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતની મેચ ન હોવા છતાં અમદાવાદીઓમાં ક્રિકેટને લઈ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઈ છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ મેચ પૂર્ણ થયા બાદ મેટ્રો સ્ટેશનની બહાર ક્રિકેટ પ્રેમીઓની લાંબી કતાર જોવા મળી છે.
બીજી મેટ્રોની જોવાઈ રહી છે રાહ
મેટ્રોમાં બેસવા માટે પણ બીજી ટ્રેનની રાહ જોવી પડી રહી છે. લોકો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મેચ નિહાળ્યા બાદ મેટ્રો સ્ટેશનની બહાર ફેન્સની ભીડ જોવા મળી છે. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નાના બાળકોથી લઈને યુવાઓ બધા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત BRTS અને AMTS બસમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.
BRTS ની વધારાની બસ મુકાઈ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મેચને લઈ BRTSની વધારાની 22 બસ સહિત કુલ 67 બસ ચાલી રહી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડથી 800 મીટર અંતર 30 મિનિટ ચાલીને થશે. કારણ કે, ઘણી ભીડ જોવા મળી રહી છે. તેમજ BRTS દ્વારા પણ દર 12 મિનિટે સ્ટેડિયમના અલગ અલગ રૂટ પર બસ દોડાવવામાં આવી રહી છે.