- AIથી બનાવેલો વીડિયોમાં રોમાન્ટિક સીનમાં કમલા અને ડોનાલ્ડ ટ્રમ્પ દેખાયા
- એલન મસ્કે Grok-2થી લોકોની ટિખળ કરી
- નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે
દેશ અને દુનિયામાં AI આવવાથી નવા-નવા ફેરબદલ આવી રહ્યા છે. AIએ નવા કામને સરળ કરી દીધું છે અને આજે દરેક ક્ષેત્રમાં આનો ઉપયોગ ખૂબ થઈ રહ્યો છે. ચૂંટણીમાં પણ પ્રચાર માટે હવે નેતાઓ આનો ઉપયોગ કરી રહ્યા છે. આના પોઝિટિવ ઉપયોગની સાથે નકારાત્મક પ્રભાવ પણ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો માહોલ ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને કમલા હેરિસનો એક AI જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા એક્સના માલિક એલન મસ્કની AI ફર્મ XAIએ બનાવ્યો છે., જેનું ટુલ Grok-2 હવે વિવાદનું કેન્દ્ર બની ગયું છે. આ વીડિયો આવ્યા પછી લોકો જુદીજુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વર્ષ-2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એકબીજાના હરિફ છે, પરંતુ અહીં AI વીડિયોમાં એકબીજાના પ્રેમી દર્શાવવામાં આવ્યા છે.
રોમાન્ટિક સીનમાં કમલા અને ડોનાલ્ડ ટ્રમ્પ
AI વીડિયોમાં કમલા હેરિસ અને ટ્રમ્પ રોમાન્સ કરતા નજરે આવી રહ્યા છે. કયારેક એકબીજાને ચુંબન કરી રહ્યા છે તો ક્યાંક તેઓ દરિયા કિનારે એકબીજાની સાથે સુંદર પળ વીતાવી રહ્યા છે. વીડિયોમાં ટ્રમ્પ અને કમલાના એક દીકરાને પણ દર્શાવાવમાં આવ્યો છે જેને કમલા હેરિસ અને ટ્રમ્પ ખવડાવી રહ્યા છે.
આ ક્લિપ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું મારા સિવાય અને કોઈએ પણ બાળકોને ઈન્ડિયનની જેમ દેખાવાનું વિચાર્યું હતું? ક્લિપમાં ટ્રમ્પના હાથમાં નેઈલ પોલિસ લગાવેલા દર્શાવવામાં આવ્યા છે. જેની પર એક યુઝરે ટ્રમ્પને LGBTQ કહ્યા હતા. આ સિવાય ઘણા યુઝર્સે AIના ખોટા ઉપયોગ અને આનાથી વ્યકિતની પ્રાઈવસીને ખતરા માટે ચિંતા વ્યક્ત કરી છે.
https://twitter.com/jules_su/status/1823892222082732373
Grok-2થી લોકોને એલનની ટિખળ કરી
એલન મસ્કે પોતાના એઆઈ Grok-2ને ખૂબ પ્રમોટ કરી રહ્યા છે. એક યુઝરે Grok-2થી એલન મસ્કની જ AI ઈમેજ શેર કરી છે. જેમાં એલન મસ્ક જાતે PEDO જણાવી રહ્યા છે. પીડોફાઈલ એ વ્યકિતને કહેવામાં આવે છે જે બાળકોના પ્રતિ જાતીય રીતે આકર્ષિત થતો હોય છે.
આ ઉપરાંત જુદાજુદા યુઝર અનેક પ્રકારના AI વીડિયો અને ફોટા બનાવી રહ્યા છે. એક યુઝરે AIથી જો બાઈડેનની ડાયપર પહેરેલી સ્થિતિમાં ફોટા બનાવી શેર કર્યા હતા. આવા વીડિયો અને ફોટાઓથી AIના ઉપયોગથી લોકોનાં જીવન પર પડનારી અસરને લઈ સવાલ ઉઠી રહ્યા છે.


