અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણનું સ્તર ભારે ચિંતાજનક બની ગયું છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) મોટાભાગના વિસ્તારોમાં 200ને પાર કરી ગયો છે, જે “ખરાબ” અથવા ઝેરી હવા તરીકે વર્ગીકૃત થાય છે.
બોપલ અને ગોતામાં 218 AQI
વિસ્તારવાર માપ અનુસાર, બોપલ અને ગોતામાં 218 AQI, થલતેજમાં 215 AQI, સોનીની ચાલીમાં 212 AQI, સેટેલાઈટ વિસ્તારમાં 205 AQI, ઉસ્માનપુરામાં 210 AQI, મણિનગરમાં 209 AQI, અને ગ્યાસપુરમાં 207 AQI નોંધાયા છે.
શ્વાસપ્રણાલી પર ગંભીર અસર પડી શકે
એન્વાયરનમેન્ટલ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા સ્તરના પ્રદૂષણથી હૃદય, ફેફસાં અને શ્વાસપ્રણાલી પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને બાળકો, વયસ્કો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવનારાઓ માટે આ પરિસ્થિતિ જોખમી છે.


