- હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ
- એર ઈન્ડિયાએ દિલ્હીથી તેલ અવીવ જતી ફલાઈટસ હાલ પૂરતી બંધ કરી
- હમાસના વડાની હત્યાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર
હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા સાત ઑક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. જે બાદ હવે આ યુદ્ધ હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત પછી વધુ સ્થિતિ વણસી ગઈ છે. બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન ભારતીય ફલાઈટ એર ઈન્ડિયાએ ઈઝરાયલના શહેર તેલ અવીવથી દિલ્હી જતી ફલાઈટ રદ્દ કરી છે.
એર ઈન્ડિયાની કામગીરીને લીધે ગુરુવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ જતી પોતાની તમામ ફલાઈટ્સ રદ્દ કરી દીધી છે. એર ઈન્ડિયા કહ્યું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ વધતા સુરક્ષાને લીધે આ પગલું ઉઠાવ્યું છે. અને હાલ ફલાઈટ્સ ઉડવા માટે મંજૂરી નહિ અપાય.
ગુરુવારથી મિડલ ઈસ્ટ જતી ફલાઈટ રદ્દ
એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતા એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર, તેણે એખ ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ AI139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ AI140 રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઑક્ટોબર મહિનાથી ચાલી રહેલું યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. હવે આ સંઘર્ષ ભીષણ યુદ્ધ તરફ ધકેલાઈ ગયું છે. તાજેતરમાં ઈઝરાયલે પોતાના સૌથી મોટા દુશ્મને હમાસના અધ્યક્ષ ઈસ્માઈલ હાનિયાની ઈરાનની રાજધાની તહેરમાં ઘુસીને મોતને ઘાટ ઉતાર્યો છે. જે બાદ યુદ્ધ વધુ લોહિયાળ બન્યું છે.
ઈસ્માઈલ હાનિયા કોણ છે
વૈશ્વિક આતંકી સંગઠન હમાસનો વડો હતો ઈસ્માઈલ હાનિયા. તેને ગત વર્ષે સાત ઑક્ટોબરે ઈઝરાયલ પર નિર્મમ હુમલાનું સમગ્ર આયોજન કર્યું હતું. હમાસના લડવૈયા હાનિયાના ઈશારે કામ કરતા હતા. તે વર્ષ-2006થી હમાસના સુપ્રીમ કમાન્ડર હતો. હાનિયાના મોત પર હમાસનું નિવેદન સામે આવ્યું છે. આતંકી સંગઠને હાનિયાના મોતમાં ઈઝરાયલનો હાથ હોવાનું જણાવ્યું છે.


