- નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 AQI
- બોપલ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ 106 નોંધાયું
- એરપોર્ટ વિસ્તારમાં હવાના પ્રદૂષણનો આંક 120
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ 100થી 200 AQI સુધી પહોંચ્યુ છે. જેમાં નવરંગપુરામાં વાયુ પ્રદૂષણનો આંક 200 AQI થયો છે. તેમજ બોપલ વિસ્તારમાં હવાનું પ્રદૂષણ 106 નોંધાયું છે. તથા એરપોર્ટ વિસ્તારમાં હવાના પ્રદૂષણનો આંક 120 છે. સાથે જ ગિફ્ટ સિટીમાં હવાના પ્રદૂષણનો આંક 120 છે.
ગુજરાતમાં પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની
ગુજરાતમાં પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા એટલી હદે વધી રહી છે કે અમદાવાદ શહેર જાણે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યું છે. પ્રદુષણને નિયંત્રણમાં લેવાના નામે કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, પણ કમનસીબે અમદાવાદીઓને આજેય શુદ્ધ હવા નથી મળી રહી. આ કડવી વાસ્તવિક્તા છે, દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંક 200 સુધી પહોંચ્યો છે. જેમાં પીરાણામાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ 156 AQI છે. તથા ચાંદખેડામાં 107 અને રખિયાલનો આંક 162 છે.
અમદાવાદ શહેરની હવા પ્રદુષિત બની રહી છે
અમદાવાદ શહેરની હવા પ્રદુષિત બની રહી છે. જેમાં મોટા ભાગના વિસ્તારમાં વાયુ પ્રદુષણ 100 થી 200 સુધી પહોંચ્યું છે. વાયુ પ્રદુષણ વિકટ સમસ્યા બની રહ્યું છે. વાયુ પ્રદુષણ શ્વાસની બીમારીઓને આમંત્રણ આપી શકે છે. નવાઈની વાત એછે કે ઓક્ટોબર માસમાં અમદાવાદ શહેરની હવા એકેય દિવસ શુદ્ધ રહી નથી. આખો મહિનો અમદાવાદીઓને હવાના પ્રદુષણનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રદુષણ ઓકતી ફેક્ટરી- કારખાના અને ધુમાડો ઓકતા વાહનો હવાના વધતા પ્રદુષણ માટે જવાબદાર પરિબળ છે.
પ્રદુષણ નિયંત્રણના નામે ગુજરાત પ્રદુષણ બોર્ડ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે
આમ છતાંય કોઈ પગલાં લેવાતા નથી. દિવાળીના તહેવારો દરમિયાન તો ફટાકડાને કારણે હવા વધુ પ્રદુષિત બને તેમ છે. ઝેરી હવાના કારણે હવા પ્રદુષિત બને તેમ છે. ઝેરી હવાને કારણે દમ, શ્વાસ અને ફેફસાના દર્દીઓની મુશ્કેલી વધી છે. પ્રદુષણ નિયંત્રણના નામે ગુજરાત પ્રદુષણ બોર્ડ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, પણ હજુય પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી.


