- દિલ્હીમાં વધ્યુ વાયુ પ્રદૂષણ
- ભરબપોરે પણ તાજમહેલ ન દેખાય તેટલું ધુમ્મસ
- નિષ્ણાંતોની ગર્ભમાં રહેતા બાળકને પણ ખરાબ હવા નુકસાન પહોંચાડતી હોવાની રાવ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ખૂબ ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બાળકો, વૃદ્ધો તથા સામાન્ય નાગરિકો માટે પણ આ સ્થિતિ ખતરાથી ખાલી નથી. તેવામાં નિષ્ણાંતોએ જણાવ્યું કે માતાના ગર્ભમાં રહેલા બાળકને પણ પ્રદૂષણ ગંભીર અસરો પહોંચાડે છે.
ગર્ભમાં રહેલુ બાળક શ્વાસ ન લઇ શકે
આ અંગે પલ્મોનોલોજિસ્ટ ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે દિલ્હીમાં હવાની ગુણવત્તા અંતિ ગભીર શ્રેણીમાં નોંધાઇ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે 407 પર હતો. નેશનલ કેપિટલ રિજન (NCR) ના અન્ય ભાગોમાં પણ હવાની ગુણવત્તા દિલ્હી જેવી જ રહી. વાયુ પ્રદૂષણ અંગે વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું હતું કે તમામ વય જૂથના લોકો વાયુ પ્રદૂષણથી પ્રતિકૂળ રીતે પ્રભાવિત થાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે માતાના ગર્ભમાં રહેલા બાળકને પણ અસર કરે છે. આટલી ખરાબ પ્રદૂષણને કારણે ગર્ભ રહેલુ બાળક પણ શ્વાસ લઇ શકતું નથી. . જ્યારે બાળકની માતા શ્વાસ લે છે, ત્યારે ઝેરી હવા તેના ફેફસામાં જાય છે. ફેફસાં દ્વારા લોહીમાં જાય છે અને ત્યારબાદ પ્લેસેન્ટા દ્વારા હવા બાળક સુધી પહોંચે છે જે તેને નુકસાન પહોંચાડે છે.
25થી 30 સિગરેટ જેટલું નુકસાન
જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેઓ સમાન હવા શ્વાસ લેવાનું શરૂ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણી હવાની ગુણવત્તા લગભગ 450-500 છે, જે શરીરને નુકસાન પહોંચાડવાની દ્રષ્ટિએ લગભગ 25-30 સિગારેટની સમકક્ષ છે. આ કારણોસર શ્વાસની સમસ્યાઓ થવાનું શરૂ થાય છે.
દિલ્હીના વિસ્તારોમાં કેટલો AQI ?
- ગાઝિયાબાદમાં 377
- ગ્રેટર નોઈડામાં 490
- ફરીદાબાદમાં 449
- ગુરુગ્રામમાં 392