- દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં
- વહેલી સવારે જોવા મળ્યુ ધુમ્મસનું રાજ
- દક્ષિણ રાજ્યોમાં વરસાદની આગાહી
દિલ્હીમાં દિવસ જાય તેમ હવાનું પ્રદૂષણ વધી રહ્યુ છે. ઠંડી વચ્ચે હવાની ગુણવત્તા પણ દિવસ જાય તેમ ખરાબ થઇ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) મુજબ દિલ્હીના ભાગોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધાઇ છે. સવારે 6:55 વાગ્યે શૂટ કરાયેલ અક્ષરધામની આસપાસના વિસ્તારના વિઝ્યુઅલમાં શહેરમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું.
ઠંડીનું જોર વધશે
ડિસેમ્બર મહિનામાં દિવસ જાય તેમ ઠંડીનું જોર વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 થી 10 ડિસેમ્બરના રોજ દક્ષિણના રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે ગઈકાલે (8 ડિસેમ્બર) તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ-માહે અને લક્ષદ્વીપમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
ક્યાં પડશે વરસાદ ?
9 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ-માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કેરળ-માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. IMD એ આંદામાન-નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.


