- ઉત્તરી ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી તેજ
- 12 ડિસેમ્બરથી ઓપરેશનમાં ઘણી જગ્યાઓ પર સર્ચ
- ઇઝરાયેલી સૈનિકોએ અનેક નાગરિકોની કરી ધરપકડ
ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલ ક્રેકડાઉન વચ્ચે ગુરુવારે 11 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી સૈનિકોએ પશ્ચિમ કાંઠે જેનિનમાં દરોડો પાડ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. તેમજ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં ઇઝરાયેલની કાર્યવાહી દરમિયાન ઘાયલ થયેલા એક યુવકનું મૃત્યુ થયું હતું. તેમજ રાત્રે બે પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે 12 ડિસેમ્બરથી શરૂ થયેલા ઓપરેશનમાં ઘણી જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું હતું અને સેંકડો શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેઓએ છ વિસ્ફોટક પ્રયોગશાળાઓ, ભૂગર્ભ ટનલ શાફ્ટ અને વિસ્ફોટક ઉપકરણોનો નાશ કર્યો છે. પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ ક્લબ એડવોકેટ જૂથે જણાવ્યું હતું કે 12 ડિસેમ્બરની સવારથી દરોડા શરૂ થયા ત્યારથી ઇઝરાયેલી સૈનિકોએ અનેક નાગરિકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટાભાગનાને મુક્ત કરવામાં આવ્યા છે.
જેનિનમાં પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના ડિરેક્ટર મહમૂદ અલ-સાદીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને કેમ્પમાં પ્રવેશવા દેતું નથી. અમારી પાસે છ એમ્બ્યુલન્સ છે, પરંતુ અમે એવા દર્દીઓ સુધી પણ પહોંચી શકતા નથી કે જેમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે, જેમાંથી કેટલાકને ડાયાલિસિસની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિસ્ફોટ અને ગોળીબારના કારણે ચાર જવાનોને થોડી ઈજા થઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં સૈનિકો એક મસ્જિદ પર કબજો જમાવતા દેખાય છે, જ્યાં દૂરથી છૂટાછવાયા ગોળીબાર સંભળાય છે.


