- આતંકવાદ પ્રવૃતિ મુદ્દે SCOની બેઠકમાં અજિત ડોવાલનું નિવેદન
- “આતંકવાદ વિરોધી ષડયંત્રનો ભારતે અનેકવાર પર્દાફાશ કર્યો”
- “આતંકવાદના સુત્રધારો સામે કાર્યવાહી થવી જ જોઇએ”
ભારત આર્મીએ આતંકવાદ વિરોધી ષડયંત્રનો અનેકવાર પર્દાફાશ કર્યો છે. અનેક આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેવામાં SCO સભ્ય દેશોની બેઠકમાં અજિત ડોભાલે આતંકવાદ સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ નિવેદનો આપ્યા હતા. જેમાં આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરવા પણ સમર્થન આપ્યું હતું.
કઝાકિસ્તાનમાં SCO દેશોની સુરક્ષા પરિષદના સચિવોની 19મી બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આતંકવાદ મુદ્દે અજિત ડોભાલે જણાવ્યું હતું કે, ભારત અને SCO દેશો વચ્ચેના સંબંધો વર્ષો જૂના છે અને તેને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. SCO સભ્ય દેશોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ.
રશિયામાં આતંકવાદી હુમલાની કરી નિંદા
22 માર્ચે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની NSA અજીત ડોભાલે સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અજીત ડોભાલે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ ભારત ચૂસ્ત પણે પગલા લઇ રહ્યું છે. રશિયન સરકાર અને નાગરિકો સાથે ભારત એકજૂટ છે. સરહદ પારના આતંકવાદ સહિત આતંકવાદનું કોઈપણ કૃત્ય, કોઈપણ દ્વારા, ક્યાંય પણ અને કોઈપણ હેતુ માટે, વાજબી નથી. આ સાથે આતંકી ષડયંત્રમાં સંડોવાયેલા તમામ અસામાજીક તત્વોની સામે રહેમ નજરે જોવાની કોઇ જરૂર નથી.
“આતંકવાદના સુત્રધારો સામે કાર્યવાહી થવી જ જોઇએ”
NSA અજીત ડોભાલે વધુમાં જણાવ્યું હતું કે, આતંકવાદ મુદ્દે બેવડા માપદંડોથી બચવું જોઈએ અને જેઓ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને તેને નાણાં પૂરા પાડીને તેમને મદદ કરે છે તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. અજિત ડોવાલે એમ પણ કહ્યું હતું કે, સરહદ પારના આતંકવાદમાં સામેલ લોકો સહિત આતંકવાદના ગુનેગારો સાથે અસરકારકરીતે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ.
“આતંકી જૂથો સામે હવે સચેત થવાની જરૂર”
અજિત ડોવાલે SCOઓ ક્ષેત્રમાં અલ કાયદા અને તેના સહયોગી સંગઠનો, ISIS સહિતના UNSC નિયુક્ત આતંકી જૂથો દ્વારા SCO ક્ષેત્રમાં આતંકવાદી ખતરાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. SCO દેશોની બેઠકમાં અજિત ડોભાલે આતંકવાદીઓ દ્વારા શસ્ત્રો અને દવાઓની સીમા પારથી દાણચોરી માટે ડ્રોન અને અન્ય ટેક્નોલોજીના ઉપયોગનો સામનો કરવા પર ભાર મૂક્યો હતો. ડોવાલે જણાવ્યું હતું કે, આતંકવાદના ધિરાણનો સામનો કરવા માટે ભારત RATS SCOની અંદર સહકાર માટે અસરકારક મિકેનિઝમ બનાવવાનું સમર્થન કરે છે અને તેના વધુ મજબૂતીકરણને પણ સમર્થન આપે છે.


