ચીન સાથેના ઉતાર-ચડાવની સ્થિતિ વચ્ચે ભારતના મિત્ર જાપાને એક મોટુ પગલુ ભર્યું છે. તેણે સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ખાસ એન્ટી શિપ મિસાઈલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ ચીન માટે તબાહીનું કારણ બની શકે છે. જાપાને 8 જૂનના રોજ શિજુઓકામાં ફૂજી ફાયરપાવર અભ્યાસ દરમિયાન 12 કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ જાહેર કરી હતી. આ લાંબા અંતરની કોસ્ટ ડિફેન્સ મિસાઈલ લોન્ચર છે.
જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ-ડિફેન્સ ફોર્સે નવા લાંબા અંતરના આ કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ લોન્ચરને પહેલી વખત સાર્વજનિક કર્યું હતું. આ મિસાઈલસિસ્ટમ જમીન પર રહીને સમુદ્રનું રક્ષણ કરે છે. તેનું સૌથી મહત્વનું કામ દુશ્મનના ઠેકાણાઓને શોધવાનું છે. આ સાથે તે તેમને ટ્રેક કરે છે અને તેને ધ્વસ્ત કરવામાં પણ સક્ષમ છે. તેની રેન્જ લગભગ 1000 કિલોમીટર છે. આ ચીન જેવા ખતરનાક દેશ માટે એલર્ટ કરતા ઓછુ નથી.
આર્મી રિકોગ્નાઈઝેશનના એક રિપોર્ટ પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમ વગર કોઈ પણ યુદ્ધ જહાજ અથવા વિમાનને તેના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. કોસ્ટલ ડિફેન્સ મિસાઈલો એન્ટી-એક્સેસ રણનીતિનો મુખ્ય ભાગ છે. આ ડિફેન્સ સિસ્ટમમાં ઘણા મોર્ડન સેન્સરનો ઉપયોગ થયો છે. તે મોબાઈલ લોન્ચ વાહનો કરતા ઓછું છે. જાપાનનું ટાઈપ 12 એક અતિઆધુનિક તટિય રક્ષા મિસાઈલ પ્રણાલી છે, જેને આવનારી પેઢીની ટેકનોલોજી સાથે વિકસિત કરવામાં આવ્યું છે.


