- ઑલ આઈઝ ઑન રફાહ ટ્રેન્ડ વિરુદ્ધ ઈઝરાયલે આપી પ્રતિક્રિયા
- ગત સાત ઑક્ટોબરે હમાસના હુમલામાં 1,160 લોકોનાં મોત થયા હતા
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધને સાત મહિના કરતાં વધુ સમય થયો
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દક્ષિણ ગાઝા પટ્ટીમાં આવેલા રફાહ શહેરમાં હજારોની સંખ્યામાં લોકો જિંદગી અને મોતથી ઝઝૂમી રહ્યા છે. 26મેએ ઈઝરાયલે રફાહ શહેર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલના આ હુમલાને લઈ વિશ્વભરમાં લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
ઈજિપ્તની સરહદ પર આવેલા આ દેશમાં ઈઝરાયલી સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. 26 મેના રોજ ઈઝરાયલે રફાહ સહેર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 45 નિર્દોષ લોકોનાં મોત થયા હતા. જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા.
રફાહ હુમલાને લઈ વિશ્વના લોકોએ ચિંતા વ્યક્ત કરી
વિશ્વના લોકોએ રફાહ શહેર પર હુમલાને વખોડી કાઢી છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ હુમલા વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહ્યા છે. ઑલ આઈઝ ઑન રફાહ અભિયાન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારત સહિત વિશ્વની જાણીતી હસ્તીઓએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે
ઈઝરાયલે વિશ્વને પૂછયો સવાલ
આ ટ્રેન્ડ પર ઈઝરાયલે વળતો પ્રહાર કર્યો છે. જે લોકો રફાહ સાથે સંકળાયેલા આ ફોટા શેર કરી રહ્યા છે. તેને ઈઝરાયલે સવાલ પૂછ્યો છે કે સાત ઑક્ટોબરે તેઓની આંખો ક્યાં હતી? ઈઝરાયલે લોકોને પૂછ્યું કે સાત ઑક્ટોબરે હમાસે હુમલો કર્યો એ દિવસે લોકોએ આવી પોસ્ટ કેમ ન કરી. ઉલ્લેખનીય છે કે હમાસના હુમલામાં 1,160 લોકોનાં મોત થયા હતા. ઈઝરાયલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કરી વિશ્વને આ સવાલ પૂછ્યો છે.
રફાહ પર ઈઝરાયલની સતત કાર્યવાહી
ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધી 36 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ છતા ઈઝરાયલ દક્ષિણ ગાઝામાં રફાહ પર ઘાતક હુમલા યથાવત્ રાખ્યા, જ્યાં ગાઝાના 2.3 મિલિયન લોકોમાંથી અડધાએ પહેલા જ શરણ લીધેલી છે. ગત રોજ 29મેએ મધ્ય રફાહ શહેરમાં ઈઝરાયલી ટેંક જોવા મળી. ઈઝરાયલેની મર્કવા ટેંક પ્રથમવાર રફાહમાં દાખલ થઈ ચુકી છે. રફાઈના સિટી સેન્ટર પર પણઆઈડીએફે કબ્જો જમાવી દીધો છે.


