- ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે ‘ઓપરેશન અજય’ને તેજ
- નાગરિકોને સ્વદેશ લાવવા માટે તડામાર તૈયારી
- ઓપરેશન અજય અંતર્ગત ભરશે બીજી ઉડાન
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે ‘ઓપરેશન અજય’ને તેજ કર્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના અથડામણ વચ્ચે ભારત સરકારે નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ‘ઓપરેશન અજય’ને લઇ 212 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. હવે ભારતીય નાગરિકોની બીજી બેચ માટે તડામાર તૈયારી કરવામાં આવી છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતે ‘ઓપરેશન અજય’ને તેજ
મળતી માહિતી મુજબ 7 ઓક્ટોબરે ગાઝામાંથી હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલના શહેરો પર હુમલા બાદ સ્વદેશ પાછા ફરવા ઇચ્છતા લોકોને બહાર કાઢવા માટે ભારતે ગુરુવારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું હતું. જેમાં ખાસ કરીને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન અજય’ તેજ કર્યું છે. 212 ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ભારતીય નાગરિકોની બીજી બેચ શુક્રવારે સાંજે ઉડાન ભરી રહી છે.
ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ‘ઓપરેશન અજય’
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે વિશેષ ફ્લાઇટ (Operation Ajay) માટે નોંધાયેલા ભારતીય નાગરિકોને ઇમેઇલ કર્યા છે. અનુગામી ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલ વ્યક્તિઓને સંદેશાઓ મોકલવામાં આવશે.” ઇઝરાયેલથી ભારતીય નાગરિકોના પરત ફરવા માટેની પ્રથમ વિશેષ ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટથી 211 લોકો અને એક બાળકને લઈને રવાના થઈ હતી અને શુક્રવારે સવારે ફ્લાઇટ દિલ્હી આવી હતી.
18,000 ભારતીયો ઇઝરાયેલમાં રહે છે
મિશનના ડેટાબેઝમાં તમામ ભારતીયોની નોંધણી કરવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશને પગલે ભારતે ‘ઓપરેશન અજય’ને તેજ કર્યું છે. ઇઝરાયેલમાંથી સ્વદેશ પરત ફરી રહેલા ભારતીય નાગરિકોનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. લગભગ 18,000 ભારતીય નાગરિકો ઇઝરાયેલમાં રહે છે અને કામ કરે છે, જેમાં વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.