- મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ઓન પેપર મજબૂત
- ગુજરાતની ટીમ ઓન પેપર નબળી
- યુપી વોરિયર્સે વૃંદા દિનેશ પર લગાવ્યો દાવ
મહિલા IPLની હરાજી 9 ડિસેમ્બર શનિવારના રોજ યોજાઈ હતી. મહિલા IPLમાં ભાગ લેનારી પાંચેય ટીમોએ આ હરાજીમાં પોતપોતાની ટીમોને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. જો હરાજી બાદ ટીમોની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ફરી એક વખત અન્ય ટીમો કરતા વધુ સારી દેખાઈ રહી છે. આ બંને ટીમોનું સંતુલન શાનદાર દેખાય છે.
મુંબઈ-દિલ્હી મજબૂત
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સના પર્સમાં સૌથી ઓછા પૈસા હતા. આ બંને ટીમોએ સૌથી ઓછા ખેલાડીઓને બહાર પાડ્યા હતા. દિલ્હી કેપિટલ્સે તેમની ટીમમાંથી માત્ર ત્રણ ખેલાડીઓને બહાર કર્યા હતા. આવી સ્થિતિમાં, આ બંને ટીમોએ ઘણા ઓછા ખેલાડીઓ ખરીદવા પડ્યા. દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડને રૂ. 2 કરોડમાં ખરીદીને પોતાની ટીમને મજબૂત બનાવી છે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં શબનમ સ્મિતના આગમન સાથે, ટીમની બોલિંગ પહેલા કરતા સારી દેખાઈ રહી છે.
ગુજરાત ના બનાવી શક્યૂં મજબૂત ટીમ
સૌથી વધુ ખેલાડીઓને રિલીઝ કરનાર ગુજરાત જાયન્ટ્સની ટીમ ફરી એકવાર નબળી દેખાઈ રહી છે. હરાજી બાદ ગુજરાત જાયન્ટ્સની ટીમ દિલ્હી-મુંબઈની સરખામણીએ કાગળ પર નબળી દેખાય છે. બીજી તરફ જો રોયલ ચેલેન્જર બેંગ્લોરની વાત કરીએ તો રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે કેટલાક બોલરોનો ઉમેરો કર્યો છે. જ્યારે યુપી વોરિયર્સની ટીમ પણ પહેલા કરતા સારી દેખાઈ રહી છે. આ હરાજીમાં કયા કયા ખેલાડીઓ કઈ ટીમમાં ગયા તેના પર એક નજર કરીએ.
RCBએ આ ખેલાડીઓને ખરીદ્યા
જ્યોર્જિયા વેરહેમ (40 લાખ), કેટ ક્રોસ (30 લાખ), એકતા બિષ્ટ (60 લાખ), શુભા સતીશ (10 લાખ), એસ. મેઘના (30 લાખ), સિમરન રાઠોડ (30 લાખ), સોફી મોલિનેક્સ (30 લાખ).
RCBની સંપૂર્ણ ટીમઃ આશા શોભના, દિશા કેસેટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન, જ્યોર્જિયા વેરહેમ, કેટ ક્રોસ, એકતા બિષ્ટ, શુભા બિષ્ટ, એસ.મેઘના, સિમરન રાઠોડ, સોફી મોલિનેક્સ.
ગુજરાતે આ ખેલાડીઓને ખરીદ્યા
ફોબી લિચફિલ્ડ (1 કરોડ), મેઘના સિંહ (30 લાખ), ત્રિશા પૂજા (10 લાખ), કાશવી ગૌતમ (2 કરોડ), પ્રિયા ગૌતમ (20 લાખ), લોરેન શીતલ (30 લાખ), કેથરીન બ્રાઇસ (10 લાખ), મન્નત કશ્યપ (10 લાખ), તરન્નુમ પઠાણ (10 લાખ), વેદા કૃષ્ણમૂર્તિ (30 લાખ)
ગુજરાતની સંપૂર્ણ ટીમઃ એશ્લે ગાર્ડનર, બેથ મૂની, દયાલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવર, ફોબી લિચફિલ્ડ, મેઘના સિંહ, ત્રિશા પૂજા, કાશવી ગૌતમ, પ્રિયા ગૌતમ, લોરેન શીતેલ, કેથરીન, બી. કશ્યપ, તરન્નુમ પઠાણ અને વેદા કૃષ્ણમૂર્તિ.
દિલ્હીએ આ ખેલાડીઓને ખરીદ્યા
એનાબેલ સધરલેન્ડ (2 કરોડ), અપર્ણા મંડલ (10 લાખ), અશ્વિની કુમારી (10 લાખ)
દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમઃ એલિસ કેપ્સી, અરૂંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મેરિજન કેપ, મેગ લેનિંગ, મિન્નુ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતસ સાધુ, એનાબેલ સધરલેન્ડ, અપર્ણા મંડલ અને અશ્વિની કુમારી.
મુંબઈએ આ ખેલાડીઓને ખરીદ્યા
શબનીમ ઈસ્માઈલ (1.2 કરોડ), એસ. સજના (15 લાખ), અમનદીપ કૌર (10 લાખ), કીર્થના બાલકૃષ્ણન (10 લાખ), ફાતિમા જાફર (10 લાખ)
મુંબઈની સંપૂર્ણ ટીમઃ અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હેઇલી મેથ્યુસ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જીન્તિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સાયકા ઈશાક, યાસ્તિકા ભાટિયા, શબનમ ઈસ્માઈલ, એસ. સજના, અમનદીપ કૌર, કીર્થના બાલકૃષ્ણન અને ફાતિમા જાફર.
યુપી વોરિયર્સએ આ ખેલાડીઓને ખરીદ્યા
ડેનિયલ વેઈટ (30 લાખ), વૃંદા દિનેશ (1.3 કરોડ), પૂનમ ખેમનાર (10 લાખ), સાયમા ઠાકોર (10 લાખ), ગૌહર સુલતાના (30 લાખ)
યુપી વોરિયર્સની સંપૂર્ણ ટીમઃ એલિસા હેઇલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, ડેની વ્યાટ, વૃંદા દિનેશ, પૂનમ ખેમર, સાયમા ઠાકોર, ગૌહર સુલતાના.


