- હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ભારતીયોએ ઉજવણી કરી
- હિંદુ સમુદાયની સાથે વિદેશીઓ પણ ઉજવણીમાં થયા સામેલ
- હાથમાં તિરંગાની સાથે ભગવો ઝંડો લઈ નારા લગાવતો વીડિયો આવ્યો સામે
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યુરોપમાં પણ વિશેષ રામમય માહોલ બન્યો છે. ભારતીય સમુદાયે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં ભારે ઉજવણી કરી હતી. લોકોએ હાથમાં તિરંગો અને ભગવા રંગનો ઝંડો લઈ જયશ્રી રામના ગીત પર ખૂબ નાચ્યા. સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે ભારતીય લોકો કઈ રીતે ઉજવણીમાં ડૂબેલા છે. આ ઉજવણીમાં બાળકો, મહિલાઓ અને તમામ ઉંમરના લોકો જોડાયા હતા. લોકોએ સ્પેશિયલ પૂજા અને હવનનું પણ આયોજન કર્યું હતું.
દરિયા કિનેરા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જયશ્રી રામના સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉપરાંત રામના ઝંડા સાથે તિરંગો પણ લહેરાવ્યો. વિદેશી લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિદેશી લોકો પણ જયશ્રી રામના નારા લગાવી રહ્યા છે. ભારતીય લોકોએ અહીં રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ ભજન પણ ગાયું
બુડાપેસ્ટમાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની વિશેષ ઉજવણી
બુડાપેસ્ટમાં રહેતા ભારતીયો રવિવારે પોતાના ઘરમાં સ્પેશિયલ હવનનું પણ આયોજન કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા પછી હવન કાર્યક્રમમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રવિવારે બપોરથી જ બુડાપેસ્ટમાં ઠેકઠેકાણે લોકોએ રામ ઝંડાની સાથે ઉજવણી કરી હતી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન બુડાપેસ્ટમાં પણ ભારતીય સમુદાયે કાર્યક્રમનો પ્લાન બનાવ્યો હતો.
22 જાન્યુઆરી બપોરના 12.20 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યા ધામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 12.20 વાગ્યે કાર્યક્રમની શરૂઆત થશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું મુહૂર્ત છે. યજમાનના રૂપમાં તમામ વર્ગના 14 દંપતીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે પૂજા કાર્યક્રમમાં પણ સામેલ થશે. આ અગાઉ અયોધ્યાથી લઈ દેશ અને દુનિયામાં આની ઉજવણી કરવામાં આવી રહી છે.


