- સાંજે બાળકો માટે બનાવો મસાલેદાર પૌષ્ટિક નાસ્તો
- ત્રણ અલગ પ્રકારના ચણા બનાવી બાળકોને આપો હેલ્ધી નાસ્તો
- આ ચણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે
ઘણીવાર લોકોને સાંજે કંઈક મસાલેદાર ખાવાનું મન થવા લાગે છે. તેમાં પણ ખાસ બાળકોને રોજ કંઈક નવા નસ્તા જોઈએ છે. પરંતુ કેટલાક નાસ્તોઓમાં કોઈપણ પ્રકારનું પૌષ્ટિકતા ન રહેલી હોય. ત્યારે માતા-પિતા બાળકોને આવા પ્રકારનો નાસ્તો કરવા દેતો નથી. પરંતુ જો એ જ નાસ્તો પૌષ્ટિક અને મસાલેદાર હોય તો આપણે શું કહી શકીએ? આવા જ એક નાસ્તો જે બાળકો માટે હેલ્ધી પણ અને બાળકોને ગમે તેવો મસાલેદાર છે. ત્રણ પ્રકારના ચણાથી તમે બાળકને પૌષ્ટિક નાસ્તાની સાથે મસાલેદાર નાસ્તો ઓછા સમયમાં બનાવીને આપી શકો છો.
ત્રણ અલગ-અલગ પ્રકારના ચણા
બાળકો માટે ત્રણ અલગ-અલગ પ્રકારના ચણાની બનાવી શકાય છે. જેમાં બાફેલા ચણા, કાચા ચણા તેમજ ચાઈનીઝ ચણાનો સમાવેશ થાય છે. ચણાનો સ્વાદ વધારવા માટે તેમાં ખાસ મસાલા ઉમેરવામાં આવે છે. જેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર, મીઠી સૂકા આદુની ચટણી, શેકેલા લસણની પેસ્ટનો ઉપયોગ કરી ચણા બનાવી શકાય છે. કાકડી, ડુંગળી, મરચું અને શેકેલી બદામ પણ ચણામાં ઉમેરવામાં આવે છે.
તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે
આ પ્રકારના ચણા કોઈપણ પ્રકારના તેલનો ઉપયોગ કર્યા વિના બનાવી શકાય છે. તેમજ ચણા ખૂબ જ પૌષ્ટિક પણ છે. ઉપરાંત, તેમજ આ ચણા ખટ્ટ-મીઠા હોવાથી સ્વાદમાં પણ બાળકોથી લઈને તમામ લોકનોને પસંદ આવે છે. આ ચણા બનાવવા માટે વધુ સમય પણ લાગતો નથી. તેથી ઓછા સમયમાં બાળકો માટે પૌષ્ટિક અને મસાલેદાર નાસ્તો બનાવી શકાય છે.