- એલચી ખાવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી નિયંત્રણમાં રહે છે
- એલચી ભૂખ મટાડે છે અને અતિશય આહારના સેવનને અટકાવે છે
- જમ્યા પછી દરરોજ 1-2 એલચી ખાવાથી પેટની ચરબી ઘટે છે
શિયાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે જમવાની ક્રેવિંગ વધી જતી હોય છે અને લોકો ભૂખ અને જરૂરિયાત કરતા પણ વધારે ખાઈ લે છે. વધારે ખાવાનો મતલબ એ છે કે વજન ઝડપથી વધવા લાગે છે. શિયાળો હોય કે ગરમી વધતું વજન લોકોને પરેશાન કરી દે છે. ખાવાનું ખાઈને વજન વધાર્યા પછી તેને કંટ્રોલમાં રાખવાનું જરૂરી બને છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે કેટલાક ખાસ પ્રયત્નો કરવાના રહે છે. તો જાણો રસોઈની એલચીની મદદથી તમે કેવી રીતે વજનને કંટ્રોલમાં કરી શકો છો.
વધતા વજનના કારણે થાય છે આ રોગ
વધતું વજન માત્ર શરીરને જ ખરાબ બનાવે છે એટલું જ નહીં પણ વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હ્રદયના રોગોના દર્દી પણ બનાવે છે. જો તમે શિયાળામાં સ્થૂળતાને નિયંત્રણમાં રાખવા માંગો છો, તો આહાર અને કસરતની સાથે કેટલાક અસરકારક ઉપાયોનું સેવન કરો.
એલચી કરશે તમારી મદદ
રસોડાની એલચી આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને ભોજનની સુગંધ પણ વધારે છે. એલચીની સુગંધ ખાવાની ઈચ્છા જન્માવે છે. તેનું સેવન વજન ઘટાડવામાં કોઈ દવાથી ઓછું નથી. એલચીને પાણીમાં ભેળવીને પીવામાં આવે તો વજન ઝડપથી ઘટે છે. ચાલો જાણીએ કે એલચીનું પાણી વજન ઘટાડવામાં કેવી રીતે અસરકારક છે.
વજન ઘટાડવામાં એલચી કેવી રીતે અસરકારક છે?
શિયાળામાં ખાવાની ઈચ્છા તમને પરેશાન કરે છે, તેથી જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમારા મોંમાં એલચી રાખો. એલચી ભૂખ મટાડે છે અને અતિશય આહાર અટકાવે છે. દરરોજ એલચી ચાવવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી નિયંત્રણમાં રહે છે. એલચીમાં રહેલા પોષક તત્ત્વોની વાત કરીએ તો એલચીમાં કાર્મીનેટીવ, એન્ટી-ઈમેટીક, એન્ટી-બ્રોન્કાઈટીસ, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી પ્લેટલેટ, કાર્બોહાઈડ્રેટ્સ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં હોય છે. શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. જમ્યા પછી દરરોજ 1-2 એલચી ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. એલચીનું પાણી વજનને નિયંત્રિત કરવા માટેનો રામબાણ ઉપાય છે.
એલચીના હેલ્થ બેનિફિટ્સ
એલચીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને મોઢાના ચાંદાથી રાહત મળે છે. એલચી એક ઉત્તમ માઉથફ્રેશનર છે જે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. જે લોકોને શ્વાસની દુર્ગંધ આવતી હોય તેઓ દરરોજ બેથી ત્રણ એલચીનું સેવન કરી શકે છે. એલચી મોં સાફ કરે છે અને મોઢાના બેક્ટેરિયાને દૂર કરે છે. તેમાં મેલાટોનિન જોવા મળે છે જે મેટાબોલિઝમને વેગ આપે છે. કેલરી બર્ન કરવા માટે એલચી એક ઉત્તમ ખોરાક છે.
એલચી પાણી કેવી રીતે તૈયાર કરવું
એલચીનું પાણી તૈયાર કરવા માટે બે એલચી લો, તેને છોલી લો અને તેના બીજ કાઢી લો. આ દાણાને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો. પાણીને થોડી વાર ઉકાળ્યા પછી તેને ગાળીને તેનું સેવન કરો. વજન ઘટાડવા માટે તમે રાત્રે સૂતા પહેલા આ પાણીનું સેવન પણ કરી શકો છો.