- 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર
- રાજકોટ અને કેશોદમાં તાપમાન 13 ડિગ્રી
- નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે
રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. તેમજ રાજકોટ અને કેશોદમાં તાપમાન 13 ડિગ્રી રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં તાપમાન 14 ડિગ્રી, અમરેલી, સુરેન્દ્રનગર, મહુવામાં 14 ડિગ્રી તાપમાન છે.
અમદાવાદ અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન
કંડલા અને ભુજમાં તાપમાન 15 ડિગ્રી સાથે ડિસામાં 15, અમદાવાદ અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન છે. તમેજ ભાવનગર અને વલ્લભવિદ્યાનગરમાં 17 ડિગ્રી તાપમાન છે. અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-2024 સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિમે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે
શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને ઘઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો 2024ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. 2 જાન્યુઆરી 2024 સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શક્યતાઓ રહેશે.
જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા
જાન્યુઆરી તા.4 સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.


