- રાજ્યમાં આ વર્ષે ચોમાસું અનોખું રહ્યું : અંબાલાલ પટેલ
- જેવી વરસાદી સિસ્ટમ બનાવી જોઈએ તે નથી બનતી : અંબાલાલ પટેલ
- ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાતમાં ચોમાસું નબળુ રહ્યું છે : અંબાલાલ પટેલ
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,દેશના મેદાની વિસ્તારોમાં વાદળોનો જમાવડો થતો નથી,આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે સાથે સાથે વરસાદી સિસ્ટમથી આજ થી જ વાતાવરણ બદલાશે જેમાં મોનસૂન ટ્રફ લાઈન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે.
હવે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે
22 જુલાઈથી મોન્સૂન ટ્રફ લાઈન ગુજરાતમાં અસર કરશે જેના કારણે ગુજરાતમાં આજથી રાજયના હવામાનમાં ફેરફાર થશે,દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમા પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે,મધ્ય,પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાયુ છે.તારીખ 21 થી 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગર આ તારીખે ભારે વરસાદની આગાહી
તારીખ 21,22,23 જુલાઈએ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથે બનાસકાંઠા,સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે નદીઓમાં પૂરની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનુ યલો એલર્ટ છે. તથા શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું
દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું છે. જેમાં કલ્યાણપુરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ કલ્યાણપુરમાં 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં રાત્રે પોણા 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાણાવાવમાં 8 ઇંચ, વેરાવળમાં 7 ઇંચ વરસાદ સાથે સુત્રાપાડામાં 7 ઇંચ, વંથલીમાં 7 ઇંચ વરસાદ, કેશોદમાં 6 ઇંચ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 6 ઇંચ, કુતિયાણા 6 ઇંચ વરસાદ, ઉપલેટામાં 5 ઇંચ, ધોરાજીમાં 4 ઇંચ વરસાદ તથા માળીયા હાટીના અને વિસાવદરમાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે.


