- ઉત્તરાયણમાં પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે
- રાજ્યમાં 8 થી 25 કિમીની ઝડપે ફૂંકાશે પવન
- મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન ફૂંકાઇ શકે છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં ઉત્તરાયણમાં પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. તથા રાજ્યમાં 8 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન ફૂંકાઇ શકે છે. તથા ઉત્તર ગુજરાતમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
દ્વારકામાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે
દ્વારકામાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ ઓખા દ્વારકા અને કચ્છમાં 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તથા દક્ષિણ ગુજરાત 20 થી 25 કિમીની ઝડપે પવન રહેશે. તેમજ અમદાવાદ, મધ્ય ગુજરાતમાં 10થી 12 કિમીની ઝડપે પવનની ગતિ રહેશે. ફેબ્રુઆરી અંતથી ગરમીનો અનુભવ પણ થઈ શકે છે. એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મેમાં વધુ ગરમી પડશે.
મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે
જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. તથા ઉત્તરાયણ પર્વ પર વરસાદની શકયતા નહિવત છે. ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દ્વારકામાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી અને સાંજે 24 કિમી ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહી શકે છે. તેમજ 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે.
આ વખતે સિસ્ટમ નહિ બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો
સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે. જોકે જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે. ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમ વરસા પડતા ઠંડી રહી શકે છે. તથા ફેબ્રુઆરી અંતથી ગરમીઓ અનુભવ પણ થઈ શકે છે. અલનીનોના કારણે આ વખતે સિસ્ટમ નહિ બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો છે.


