- પાર્કિંગમાં CCTV હોવા છતા ન ચકાસતા અનેક સવાલ
- ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી મળી આવી
- ચોરી થયાના એક દિવસ બાદ પણ તંત્રએ CCTV ન ચકાસ્યા
હિંમતનગર સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી સામે આવી છે. જેમાં પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સ ચોરાઈ છતા CCTV ચકાસ્યા નથી. પાર્કિંગમાં CCTV હોવા છતા ન ચકાસતા અનેક સવાલ થઇ રહ્યાં છે. તેમજ ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી મળી આવી છે.
ચોરી થયાના એક દિવસ બાદ પણ તંત્રએ CCTV ચકાસ્યા નથી
ચોરી થયાના એક દિવસ બાદ પણ તંત્રએ CCTV ચકાસ્યા નથી. સાબરકાંઠામાં બસ ચોરી બાદ હવે એમ્બ્યુલન્સ ચોરીનો બનાવ સામે આવ્યો છે. તેમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચોરાઈ હતી. સિવિલ ઇમરજન્સી વિભાગની એમ્બ્યુલન્સ મૂકવાની જગ્યાના પાર્કિંગમાં રાખેલી રૂપિયા 10 લાખની એમ્બ્યુલન્સ અજાણ્યા ઈસમે ચોરી કરી હતી. સિવિલના સ્ટાફને માલૂમ થતા શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તેથી ચોરી કર્યા બાદ એમ્બ્યુલન્સ અમદાવાદ ખાતેથી મળી આવી હતી.
અજાણ્યો વ્યક્તિ એમ્બ્યુલન્સને રઝળતી મૂકીને ફરાર
અમદાવાદ ખાતે અજાણ્યો વ્યક્તિ એમ્બ્યુલન્સને રઝળતી મૂકીને ફરાર થઇ ગયો છે. જેમાં એમ્બ્યુલન્સ અમદાવાદ હોવાનું માલૂમ પડતાં સિવિલના તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પાર્ક કરેલી ઇમરજન્સી સર્વિસની સેવાઓ આપતી એમ્બ્યુલન્સ ચોરતા લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. તેમજ પોલીસનો ડર ન હોય તેમ હવે આવી પબ્લિક જગ્યા પરથી સાર્વજનિક સાધનો ચોરાઈ જાય તો આમ જનતાનું શું તેવી લોક ચર્ચા થઇ રહી છે. સીસીટીવી લાગેલા હોવા છતાં તંત્ર એક દિવસ વિતવા છતાં કાર્યવાહીમાં વિલંબ કરી રહ્યું છે.


