- સિક્યુરિટી ફરજ બજાવતી ન હોવાની ફરિયાદો
- બજેટમાં ગ્રીન અમદાવાદની થીમ
- રિક્રિએશન કમિટીમાં વિરોધાભાસી અભિગમ
AMCના બગીચામાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળતો હોવાની તેમજસિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ વ્યવસ્થિત રીતે ફરજ બજાવતા ન હોવાની અને બગીચાઓનું યોગ્ય રીતે જતન- મેઈનન્ટેઈન કરાતું ન હોવા અંગે રીક્રીએશન કમિટીમાં સભ્યોએ કરેલી ફરિયાદો કરી હતી. AMC દ્વારા બજેટમાં ગ્રીન અમદાવાદની થીમ પર ભાર મૂકાયો છે, જ્યારે શહેરમાં ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ બનાવવા અને જાળવણી માટે બે NGOની દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં અગમ્ય કારણોસર પરત કરવાને પગલે વિવાદ સર્જાયો છે. જોકે, NGOની દરખાસ્ત ફગાવી દેવા બાબતે રીક્રીએશન કમિટી ચેરમેને કોઈ નક્કર કારણ જણાવ્યું નથી. ઉનાળો શરૂ થવા સાથે બપોરેના સમયે પણ બગીચા ખુલ્લા રાખવા અને મેઈન્ટેઈન કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના વિરાટનગર અને અસારવા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં યોગ્ય પ્રકારની સિક્યુરિટી ન હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વો અડ્ડો જમાવતા હોવાને કારણે વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં અર્બન ફેરેસ્ટ અને ઓક્સિજન પાર્ક ઉભા કરવા માટે જુદા જુદા ઝોનમાં સ્વખર્ચે આયોજન કરવા માટે ગ્રીન યાત્રા ટ્રસ્ટ અને કેચ ફઉન્ડેશન દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી જગ્યા પર આ પ્રકારે ઓક્સિજન પાર્ક અને અર્બન ફેરેસ્ટ તૈયાર કરી અને કેટલોક સમય માટે વૃક્ષોના ઉછેરની જાળવણી કરવા બે NGOએ દ્વારા તૈયારી દર્શાવતી રીક્રિએશન એન્ડ કલ્ચરલ દરખાસ્ત પરત મોકલી અપાઈ છે.


