- ભવિષ્યમાં જાહેરમાં ગંદકી/ન્યૂસન્સ કરનાર સામે ઝુંબેશ હાથ ધરવામાં આવશે
- મ્યુનિ. પ્લોટ, રોડ સાઈડમાં કાટમાળ નાંખનાર કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારાઈ
- માટી, કપચી, રોડાં, વગેરે કાટમાળ નાંખીને ગંદકી કરવા બદલ ત્રણ કોન્ટ્રાક્ટરોને નોટિસ
AMCના દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા AMCના પ્લોટમાં, જાહેર રસ્તા પર, ફૂટપાથની સાઈડ પર તથા અન્ય સ્થળે માટી, કપચી, રોડાં, વગેરે કાટમાળ નાંખીને ગંદકી કરવા બદલ ત્રણ કોન્ટ્રાક્ટરોને કુલ રૂ. 8 લાખનો દંડ વસૂલ કરવા નોટિસ ફટકરવામાં આવી છે. આ પ્રકારે મ્યનિ. પ્લોટ અને સ્ટ્રીટલેન્ડમાં કચરો નાંખીને ગંદકી કરતા માલૂમ પડતાં કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં લઈને અન્ય કોન્ટ્રાક્ટરો માટે દાખલો બેસાડવામાં આવ્યો છે. ભવિષ્યમાં જાહેરમાં ગંદકી/ન્યુસન્સ કરનાર સામે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જોધપુર વોર્ડમાં (ઈજનેર) વિભાગના કોન્ટ્રક્ટર બી. આર. ગોયલ (વ્હાઈટ ટોપિંગ રોડ) દ્વારા ગોયલ ચાર રસ્તાથી ઓમ ટાવર તથા અશ્વમેઘ ચારરસ્તાથી ઓમકારેશ્વર મંદિર સુધી રોડની કામગીરી દરમિયાન માટી પુરી, રોડાં, વગેરેનો નીકળેલો વેસ્ટ નિયત કરેલ સ્થળે નહીં નાંખીને AMCના પ્લોટમાં નાંખીને ગંદકી કરવા હોવાનું માલૂમ પડતાં આ કોન્ટ્રક્ટરને રૂ. પાંચ લાખનો દંડ કરવા નોટિસ ફટકારાઈ છે. સરખેજ વોર્ડમાં કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામગીરી દરમિયાન નીકળેલો માટી પુરણી સહિતનો કાટમાળ પાંચા તળાવ સામેના ખુલ્લા પ્લોટમાં નાંખીને ગંદકી કરતા હોવાનું માલૂમ પડતાં તેને રૂ. 2 લાખની પેનલ્ટી કરવા નોટિસ અપાઈ છે. જ્યારે મક્તમપુરા વોર્ડમાં T P-85 રોડની ફુટપાથ અને કર્વીંગની કામગીરીમાં નીકળેલ વેસ્ટનો નિકાલ કરીને ગંદકી કરવા બદલ યુગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 1 લાખનો દંડ કરવા નોટિસ અપાઈ છે.


