- ફ્લાવર શોમાં અત્યાર સુધી AMCને 3 કરોડથી વધુ આવક
- 9 દિવસમાં 5 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી
- દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો રહે છે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના 9 દિવસમાં જ 5 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે.
150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે
ફ્લેવર શોમાં 150 કરતા વધુ પ્રજાતિના 7 લાખ ફુલ જોવા મળશે. ફલાવર શોમાં AMC દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફલાવર સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરાયું છે. ફલાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાયબ્રન્ટ સમિટ હશે. ફલાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરના તોરણ થીમ પર જોવા મળશે. વિદેશના ફલાવર પણ લોકોના આકર્ષક માટે મુકાશે.
30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો
30 ડિસેમ્બરથી શરૂ થનારા ફ્લાવર શો માટે એએમસી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષનો ફ્લાવર શો ખાસ બની રહેશે. આ વર્ષના ફ્લાવર શોમાં દેશ-વિદેશના અવનવા ફૂલોની વેરાયટી જોવા મળશે. 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે. 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમવારથી શુક્રવારે 50 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. વર્ષ 2013થી અમદાવાદમાં ફ્લાવર શૉનું આયોજન થાય છે. આ વર્ષે આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ અંતર્ગત ફ્લાવર શોની થીમ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંદ્રયાન, વડનગરના કીર્તિ તોરણ સહિત 33 સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. GSLV MK 3 રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરાયા છે. 5.45 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાયો છે.
રાતના સમયે પણ રહે છે ભીડ
દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે. દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.


