- નાઈટ્રોજન ગૅસ બાદ અમેરિકાએ કેદીઓને મોત આપવાનો રસ્તો બદલ્યો
- ઈંજેક્શન આપીને મોત આપતા કેદી એક ઝટકે મોતને ભેટયો
- મોતની સજા પામેલો કેદીને કોઈ દર્દ ન થયું સીધું મોત મળ્યું
જગત જમાદાર એવા અમેરિકાએ જેલમાં મોતની સજા પામેલા કેદીઓને હવે મોત આપવા રીત બદલી નાખી છે. પહેલા એક કેદીને નાઈટ્રોજન ગૅસ આપ્યો હતો પરંતુ તેનું મોત ખૂબ ભયંકર થયું હતું જેથી શુક્રવારે ડબલ મર્ડરના આરોપીને ત્રણ ઈંજેક્શન આપી મોત આપ્યું હતું. આ રીતથી કેદીને કોઈ દર્દ નહોતું થયું અને જલ્દી જ મોતને ભેટયો હતો. આમ વિશ્વમાં કેદીઓને મોત આપવાની પદ્ધતિ અમેરિકાએ બદલી દીધી હતી. દર્દીને પીડા કે યાતના નહિ પરંતુ શાંતિપૂર્ણ અને દર્દ વગરનું મોત આપવાની રીત અપનાવી.
પ્રથમ વખત કોઈ કેદીને આ રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. એક વૃદ્ધ દંપતીની હત્યા કરવા બદલ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. કેદીનું નામ જેમી રે મિલ્સ હતું, જે લગભગ 50 વર્ષનો હતો. તેની ફાંસીની સજા ફટકારવા માટે તેને ખુરશી પર બેસાડવામાં આવ્યો, તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા અને એક પછી એક ત્રણ ઈન્જેક્શન આપવામાં આવ્યા અને તેણે ક્યારે અંતિમ શ્વાસ લીધા તેની પણ ખબર ન પડી.
20 વર્ષ પછી ફાંસીની સજાનો અમલ
મળતી માહિતી અનુસાર, આ કેસ અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં સ્થિત અલાબામા શહેરનો છે. જેમી રે મિલ્સે 87 વર્ષીય ફ્લોયડ હિલ અને તેની પત્ની વેરાને માર માર્યો હતો. તેણે ઘરમાં ઘુસીને બંને પર હથોડી, છરી અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા બંને વડીલોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જોકે ડબલ મર્ડર કરવા પાછળનું કારણ બહાર આવ્યું ન હતું, પરંતુ કોર્ટમાં ઘણા વર્ષો સુધી સુનાવણી ચાલી અને તેને આ ભયાનક કૃત્ય માટે ભયજનક સજા આપવામાં આવી. અલાબામાના ગવર્નર કે આઈવેએ કેસની પુષ્ટિ કરી અને કહ્યું કે મિલ્સને 20 વર્ષ પછી તેના ઘૃણાસ્પદ ગુના માટે સજા કરવામાં આવશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
નાઈટ્રોજન ગૅસ દ્વારા મૃત્યુદંડની સજા પણ આપવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડનો આ પહેલો કેસ છે. આ પહેલા જાન્યુઆરી 2024માં એક કેદીને નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો અને તે પદ્ધતિ પણ પ્રથમ વખત અપનાવવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સે પણ આ સજાને લઈને હોબાળો મચાવ્યો હતો. આ પદ્ધતિને ભયાનક અને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવી હતી.
કેદીનું નામ કેનેથ યુજેન સ્મિથ હતું. તેને એક રૂમમાં સૂવડાવવામાં આવ્યો, તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા અને મોં પર એર ટાઈટ માસ્ક લગાવવામાં આવ્યો. આ પછી તેને નાઈટ્રોજન ગેસ શ્વાસમાં લઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો. સ્મિથે વર્ષ-1988માં એક પાદરીની પત્નીની હત્યા કરી હતી અને 36 વર્ષ પછી 25 જાન્યુઆરી, 2024ના રોજ તેનું ભયાનક મૃત્યુ થયું હતું.


