ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેના સંબંધોમાં તણાવ વધતો જઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને એટલે કે, પુતિન આગ સાથે રમી રહ્યા છે, અને તેના પરિણામો ખૂબ જ ખરાબ આવી શકે છે. વળતા પ્રહારમાં રશિયાએ કહ્યું છે કે, ત્રીજા વિશ્વયુદ્ધથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ટ્રમ્પ અને પુતિનનો સંબંધ હવે ખુલ્લી ધમકીઓમાં પરિણમ્યો છે. ટ્રમ્પે પુતિનને આગ સાથે રમવાની ચેતવણી તો સામે રશિયાએ ત્રીજા વિશ્વયુદ્ધ કરતાં પણ મોટી આફત ઊભી થશે એમ વળતો જવાબ આપ્યો છે. બંનેના તાજેતરના નિવેદનો પરથી તેમની મિત્રતામાં રહેલી તિરાડોનો સ્પષ્ટ અંદાજ સામે આવ્યો છે. ડીલમેકિંગ મિત્રતા હવે દુશ્મનાવટની આરે આવી પહોંચી છે. જેના કારણે રશિયા યુક્રેન યુદ્ધ શાંત થાય એમ લાગતું નથી.
અમેરિકા વધુ પ્રતિબંધો લાદશે
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક કડક નિવેદનમાં રશિયાને સીધી ચેતવણીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત પણ કરી છે. આમાં સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રોને લક્ષ બનાવાયા છે.
રશિયા અમેરિકા સામે ઝૂકશે નહીં
રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પની ચેતવણીનો આકરો જવાબ આપ્યો છે. જો અમેરિકાને લાગે છે કે, કંઈક ખરાબ થઈ શકે છે, તો તેમણે ત્રીજા વિશ્વયુદ્ધ પછી કંઈક નવું વ્યાખ્યાયિત કરવું જોઈએ. રશિયા અમેરિકાના કોઈપણ ખતરા સામે ઝૂકવાનું નથી. યુદ્ધમાંથી પીછેહઠ કરવાના મૂડમાં પણ નથી. આ વૈશ્વિક વ્યૂહાત્મક તણાવનો સંકેત પણ માનવામાં આવે છે.
ટ્રમ્પની પુતિનને મળવાની આશા ફળી નહીં
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ પુતિનને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે ઓછામાં ઓછા ત્રણ વખત મળવાનો પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ રશિયાએ બેઠક મુલતવી રાખી હતી. ટ્રમ્પને આશા હતી કે પુતિન તેમની સાથે ડીલ ટેબલ પર બેસશે, પરંતુ રશિયા હવે પહેલા જેમ વર્તતું નથી.
ચાર મહિના છતાં ટ્રમ્પ યુદ્ધ બંધ ન કરાઇ શક્યા
બીજી વખત રાષ્ટ્રપતિ તરીકેના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, તેઓ સત્તામાં આવતાની સાથે જ 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરી દેશે. પરંતુ, હવે જ્યારે તેઓ સત્તામાં છે ત્યારે ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો છે પણ પરિસ્થિતિ બદલાઈ છે. ક્રેમલિનનું મૌન, યુક્રેનની આંતરિક મજબૂરીઓ અને યુરોપિયન યુનિયનના દબાણે વાટાઘાટોની શક્યતાને લગભગ નાબૂદ કરી દીધી છે. વ્હાઇટ હાઉસના સૂત્રો અનુસાર, ટ્રમ્પ શાંતિ મંત્રણામાંથી ખસી જઈ શકે છે. જો આમ થયું તો અમેરિકાની પ્રતિષ્ઠા ખરડાશે.
અમેરિકા અને રશિયા વ્યૂહાત્મક રીતે એકબીજાના વિરોધી
આ નિવેદનો એ ફરી વખત સ્પષ્ટ કરી દીધું છે કે, અમેરિકા અને રશિયા વ્યૂહાત્મક રીતે એકબીજાના વિરોધી છે. વૈશ્વિક દ્રષ્ટિ, ભૂરાજકીય વ્યૂહરચના અને સત્તા વિશે તેમના વિચારોમાં મૂળભૂત તફાવત છે. ટ્રમ્પની વ્યક્તિગત વ્યવહાર શૈલી અને પુતિનનું વ્યૂહાત્મક મૌન અણધાર્યા બને છે.