ઈરાન પર અમેરિકાએ હુમલો કર્યો છે. અમેરિકાએ ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓ ફોર્ડો, નતાંજ અને ઈસ્ફાહાનને ટાર્ગેટ કર્યા છે. અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ ગઈકાલે રાત્રે ઈરાનના 3 પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો. યુએસ એરફોર્સના B-2 સ્પિરિટેડ બોમ્બરથી ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો, નટાન્ઝ અને એસ્ફહાન પર બંકર બસ્ટર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અમેરિકાના હુમલા પર ઈરાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાને ત્રણેય પરમાણુ ઠેકાણાઓને વધારે નુકસાન નહીં થવા અને રેડિએશન લીકેજ નહી થયુ હોવાનું જણાવ્યું છે. લોકોને ોકઈ જોખમ નથી. ત્રણેય પરમાણુ ઠેકાણાઓની સ્થિતિ સારી છે અને વધુ નુકસાન પણ થયું નથી.
અમેરિકાએ ફોર્ડો પરમાણુ સ્થળ પર સૌથી મોટો હુમલો કર્યો છે. 6 બંકર બસ્ટર બોમ્બ ફેંકીને ફોર્ડોના 6 બંકરોનો નાશ કરવામાં આવ્યો છે. એસ્ફહાન અને નટાન્ઝ પરમાણુ સ્થળો પર 30 ટોમાહોક ક્રુઝ મિસાઇલો છોડવામાં આવી છે. આ મિસાઇલો યુએસ સેના દ્વારા 400 માઇલ દૂર તૈનાત સબમરીનથી છોડવામાં આવી હતી.
અમેરિકાના હુમલા પાછળનો હેતુ ઈરાનના પરમાણુ મથકોને ધ્વસ્ત કરવાનો હતો. જેમાં અમેરિકા ઈઝરાયલ સાથે મળીને કામ કરી રહ્યું છે. બંનેનો એક જ હેતુ છે ઈરાન જેના મુસ્લિમ દેશના હાથમાં ન્યુકિલર બોમ્બ ન આવવો જોઈએ. તેમને આશંકા છે કે જો ઈરાન એવું કરવામાં સપળ રહ્યું તો તેમની મુશ્કેલીઓ વધી જશે. અમેરિકાનો આ હુમલો ઈરાનની ટેકનોલોજી અને તેના આત્મવિશ્વાસને એક ચેતવણી છે.