અમેરિકાને આજે ડોનાલ્ડ ટ્રમ્પના રૂપમાં 47માં નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનારા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમની સાથે જેડી વાન્સે પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પ બીજી વખત યુએસ સરકારમાં પરત ફર્યા છે. આ પહેલા, તેઓ 20 જાન્યુઆરી 2017થી 20 જાન્યુઆરી 2021 સુધી રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.
આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ: ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે કેપિટોલ હિલ ખાતે બાઈડેન સરકારની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું કે પાછલી સરકારે આ આપત્તિને યોગ્ય રીતે સંભાળી ન હતી. આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. અમે અમેરિકામાં ઘૂસણખોરી થવા દઈશું નહીં. અમેરિકાના લોકોએ મને એક ખાસ હેતુ માટે ચૂંટ્યો છે. 20 જાન્યુઆરીએ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. આજે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે અમેરિકાનો યુગ પહેલા ક્યારેય ન હોય તે રીતે પરત ફરવાનો છે. આપણે આપણા દેશને ભૂલીશું નહીં, આપણે આપણા બંધારણને ભૂલીશું નહીં અને આપણે આપણા ભગવાનને ભૂલીશું નહીં. ચૂંટણી પ્રચાર દરમિયાન મારા પર હુમલો થયો અને ગોળી પણ મારી, પરંતુ મારો જીવ એક ખાસ હેતુ માટે બચાવી લેવામાં આવ્યો. હું આજે ઘણા મોટા નિર્ણયો લઈશ અને આદેશો આપીશ.
અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને હાંકી કાઢીશું: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ સરહદ પર ગેરકાયદેસર ઘુસણખોરોને રોકવા માટે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. મેક્સિકન સરહદ પર દિવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. દક્ષિણ સરહદો પર રાષ્ટ્રીય ઈમરજન્સી લાદવામાં આવશે. દેશમાં સંગઠિત અપરાધ વિરુદ્ધ આજે કાયદો બનાવવામાં આવશે. અમે અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને હાંકી કાઢીશું. મેક્સિકન સરહદ પર વધારાના સૈનિકો મોકલવામાં આવશે.
અમેરિકાની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. આપણે અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનાવીશું. અમે ફરીથી અમેરિકાની ઉર્જા આખી દુનિયાને મોકલીશું. આપણે ફરીથી એક સમૃદ્ધ દેશ બનાવવા જઈ રહ્યા છીએ. મોંઘવારી ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે. ઓટો ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નિર્ણયો લેવામાં આવશે. વેપાર ફરી સુધરશે અને ટેરિફ અને કર ફરીથી વધારવામાં આવશે અને આપણા દેશના લોકોને ફરીથી સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.


