- ખાવાના સોસને લઈ વાત કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો
- ટ્રાફિક ભંગ બદલ ઈઝરાયલના રાજદૂરના દીકરાને જેલની સજા થઈ હતી
- વકીલે આરોપી સામેના તમામ આરોપો મુક્ત કરવાની માંગ કરી
અમેરિકન રાજ્ય ફ્લોરિડામાં જેલમાં બંધ ઈઝરાયેલના રાજદ્વારીના પુત્ર પર હુમલાનો મામલો સામે આવ્યો છે. યુવક સોસેજ (એક પ્રકારનો માંસાહારી ખોરાક) વિશે વાત કરી રહ્યો હતો, ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, 19 વર્ષીય અબ્રાહમ ગિલને ગયા મહિને એક પોલીસ અધિકારી પર મોટરસાઇકલ સાથે ભાગવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ગિલને મિયામી-ડેડ કાઉન્ટી જેલમાં કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સોસેજ પરની ચર્ચાને લઈને ગિલનો અન્ય કેદી સાથે ઝઘડો થયો, ત્યારબાદ 32 વર્ષીય કેદી બ્લેક એલ્વિસ એર્મસે ગિલને ઘણી વખત મુક્કો માર્યો. તમને જણાવી દઈએ કે જ્યારે ગિલને લાયસન્સ પ્લેટ વગર વાહન ચલાવવા માટે રોકવામાં આવ્યો ત્યારે તેણે પોતાની બાઇક વડે એક પોલીસ અધિકારીનો પગ કચડી નાખ્યો હતો, જેના માટે ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, પગમાં ઈજાઓ થવા છતાં અધિકારીએ 19 વર્ષીય ગિલની ધરપકડ કરી હતી.
રિપોર્ટ અનુસાર, ગિલના વકીલોએ તેને મુક્ત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા, પરંતુ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વાસ્તવમાં, ગિલ સામાન્ય રીતે યુ.એસ.માં રાજદ્વારીઓ અને તેમના પરિવારોને આપવામાં આવતી રાજદ્વારી સુરક્ષા માટે પાત્ર ન હતો. જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ રીતે ધરપકડ થઈ
તાજેતરમાં, તેની ધરપકડ સમયે, 19 વર્ષીય ગિલે કહ્યું હતું કે તેને ટ્રાફિકમાં ઉભા રહેવું પસંદ નથી, તેથી તે પોલીસકર્મી સામે દોડી ગયો. આ પછી, જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તેણે રસ્તા પર દોડવાનું શરૂ કર્યું અને જોર જોરથી રડવા લાગ્યો. ગિલ સામે પોલીસ અધિકારી પર હુમલો કરવાનો આરોપ છે. ગિલના પિતા, એલી ગિલ, મિયામીમાં ઈઝરાયેલના રાજદૂત છે. ગિલે અધિકારીઓને કહ્યું કે તે વાહનોની વચ્ચે ઊભો હતો. ટ્રાફિકમાં રોકાવાનું તેને પસંદ નથી. બીજી બાજુ, ગીલના વકીલો દલીલ કરે છે કે તેમની સામેના આરોપો છોડી દેવા જોઈએ કારણ કે તેઓ દાવો કરે છે કે મિયામી કાયદો તેમને લાગુ પડતો નથી.


