મેક્સિકો અને કેનેડા બંનેએ છૂટછાટો આપવાનું વચન આપ્યા બાદ ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિનાનો વધારો આપ્યો હતો. પરંતુ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે મેક્સિકો કે કેનેડા માટે નવા ટેરિફથી બચવા માટે કોઈ જગ્યા બાકી નથી. કેનેડા-મેક્સિકોની સમયમર્યાદા સમાપ્ત થઇ છે. અને આજથી 25% ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે, હવે વિલંબનો કોઈ અવકાશ નથી.
આજથી લાગૂ થશે 25% ટૈરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, આજથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટૈરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યુ હતુ કે, આમાં મોડું કરવા માટે હવે કોઇ સમય નથી. તો આ જાહેરાત બાદ નોર્થ અમેરિકામાં ટ્રેડ વોરની આશંકા ફરી વધી ગઇ છે. ટ્રમ્પે રૂઝવેલ્ટ રૂમમાં જણાવ્યું હતું કે ટેરિફ બંને યુએસ પડોશીઓને ફેન્ટાનાઇલની હેરફેર સામેની લડાઈને વધુ તીવ્ર બનાવવા અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા માટે દબાણ કરવા માટે છે. જોકે, ટ્રમ્પે એ પણ સંકેત આપ્યો છે કે તેઓ બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલનને સંતુલિત કરવા અને વધુ ફેક્ટરીઓને અમેરિકા ખસેડવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. ટ્રમ્પે કહ્યું કે કેનેડા અને મેક્સિકો પર આજથી 25 ટકા ટેરિફ લાદવાનું શરૂ થશે.
અમેરિકી શેયર બજારમાં હલચલ
ટૈરિફ પર ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકી શેયર બજારમાં હલચલ જોવા મળી રહી છે. એસએડપી 500 ઇંડેક્સ 2 ટકા નીચે આવી ગયુ હતુ. આ એ રાજનૈતિક અને આર્થિક જોખમોના સંકેત છે. ઊંચા ફુગાવાની સંભાવના અને મેક્સિકો અને કેનેડા સાથે દાયકાઓ જૂની વેપાર ભાગીદારીના સંભવિત અંતને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પ જે રાજકીય અને આર્થિક જોખમો લેવા માટે મજબૂર લાગે છે તેનો આ સંકેત છે. છતાં ટ્રમ્પ વહીવટીતંત્ર હજુ પણ માને છે કે અમેરિકન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે ટેરિફ શ્રેષ્ઠ વિકલ્પ છે. વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે સોમવારે જણાવ્યું હતું કે કમ્પ્યુટર ચિપ નિર્માતા TSMC એ અલગથી 25 ટકા ટેરિફની શક્યતાને કારણે યુએસમાં તેના રોકાણનો વિસ્તાર કર્યો છે.
‘અમે અમારો નિર્ણય જાતે લઈશું’
ટ્રમ્પના નિવેદન પહેલા, મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું હતું કે આ એક એવો નિર્ણય છે જે યુએસ રાષ્ટ્રપતિ પર નિર્ભર કરે છે. તો તેમનો નિર્ણય ગમે તે હોય, અમે અમારો નિર્ણય જાતે લઈશું. ટ્રમ્પની ચિંતાઓના જવાબમાં બંને દેશોએ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો છે. મેક્સિકોએ ડ્રગ્સની દાણચોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કાર્યવાહી કરવા માટે તેમની શેર કરેલી સરહદ પર 10,000 નેશનલ ગાર્ડ સૈનિકો મોકલ્યા હતા.


