ભારતીય મૂળના કાશ પટેલ યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના નવા ડિરેક્ટર બન્યા છે. યુએસ સેનેટે કાશ પટેલને નવા ડિરેક્ટર તરીકે મંજૂરી આપી છે. કાશ પટેલ FBI ચીફ બનનારા પહેલા ભારતીય-અમેરિકન છે. કાશ પટેલની નિમણૂક રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. FBI ડિરેક્ટર બન્યા બાદ X પર તેઓએ લખ્યુ હતુ કે, ડિરેક્ટર તરીકે મારું મિશન સ્પષ્ટ છે. અમે એક એવી FBIનું નિર્માણ કરીશું જેના પર અમેરિકન લોકો ગર્વ કરી શકશે.
કાશ પટેલ સંભાળશે FBIની કમાન
ડેમોક્રેટ્સને કાશ પટેલની લાયકાત અંગે શંકા છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી કે તે ડોનાલ્ડ ટ્રમ્પના મતે કાર્ય કરશે અને તેમના વિરોધીઓ વિરુદ્ધ કામ કરશે. “હું આનાથી ખરાબ વિકલ્પની કલ્પના પણ કરી શકતો નથી,” સેનેટર ડિક ડર્બિન, ડી-ઇલેનોઇસે કહ્યું. પટેલના કેટલાક નિવેદનોએ ડેમોક્રેટ્સમાં ચિંતા વધારી છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટ્રમ્પ વિરોધી કાવતરાખોરો સામે કાર્યવાહી કરશે. નિમણૂક બાદ કાશ પટેલની પ્રતિક્રિયા જોવી મળી છે. FBI ના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ થયા પછી, કાશ પટેલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છએ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો તમારા અતૂટ વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. અમેરિકન લોકો એવી FBI ને લાયક છે જે પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ હોય. આપણી ન્યાય વ્યવસ્થાના રાજકીયકરણથી જનતાનો વિશ્વાસ ડગી ગયો છે, પરંતુ આજે તેનો અંત આવી રહ્યો છે.
અમેરિકા વિરુદ્ધ કામ કરનારાઓને ચેતવણી
કાશ પટેલે લખ્યું કે ડિરેક્ટર તરીકે મારું મિશન સ્પષ્ટ છે, અમે એક એવી FBIનું નિર્માણ કરીશું જેના પર અમેરિકન લોકો ગર્વ કરી શકે. અને જે લોકો અમેરિકનોને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓએ આને તેમના માટે ચેતવણી ગણવી જોઈએ. અમે તમને આ દુનિયાના દરેક ખૂણામાં શોધીશું. યુએસ DOGE ના વડા અને ટેસ્લાના CEO એલોન મસ્કે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે પુષ્ટિ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
સેનેટ ન્યાયતંત્ર સમિતિએ મંજૂરી આપી
સેનેટ ન્યાયતંત્ર સમિતિએ FBI ડિરેક્ટર માટે કાશ પટેલને સમર્થન આપ્યું. સેનેટે પાર્ટી લાઇન પર મતદાન કરીને નોમિનેશન આગળ વધાર્યું. આ પછી, તેમના નામ પર 30 કલાક સુધી ચર્ચા થઈ અને પછી કાશ પટેલને સેનેટમાંથી મંજૂરી મળી ગઈ. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેબિનેટ અને વહીવટમાં નામાંકિત કાશ પટેલ ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ સરકારી વકીલ છે જે ઝડપથી અમેરિકન રાજકારણમાં પ્રખ્યાત બન્યા. રિપબ્લિકન પાર્ટીના કેટલાક સેનેટરોએ શરૂઆતમાં તેમના નામાંકન અંગે શંકા વ્યક્ત કરી હતી, પરંતુ પછી તેઓએ ટ્રમ્પના નિર્ણયને ટેકો આપ્યો.
કાશ પટેલ કોણ છે?
કાશ પટેલનો જન્મ ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડમાં થયો હતો. કાયદાનો અભ્યાસ કર્યા પછી, પટેલે જાહેર બચાવકર્તા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તેમણે ન્યાય વિભાગમાં રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર પણ કામ કર્યું. 2017 માં, તેમણે હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીમાં ખાસ સલાહકાર તરીકે સેવા આપી અને બાદમાં ડેવિન નુન્સના વરિષ્ઠ સહાયક બન્યા. ટ્રમ્પ વહીવટમાં, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના કાર્યાલય અને સંરક્ષણ વિભાગમાં પણ ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા. 2022 માં, તેઓ ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા અને 2024 ની ચૂંટણીમાં ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે સેવા આપી.


