અમેરિકા અને યૂક્રેનના તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઇ હતી. પરંતુ બંને વચ્ચેની ચર્ચા ઉગ્ર દલીલબાજીમાં ફેરવાઇ હતી. જે બાદ ટ્રમ્પે યૂક્રેનને મદદ કરવાની મનાઇ ફરમાવી છે. અમેરિકાએ યૂક્રેનને અપાતી સૈન્ય મદદ રોકી દીધી છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું, “રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાંતિ પર છે. અમને અમારા ભાગીદારો પણ તે ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે.
ટ્રમ્પે યુક્રેનની લશ્કરી સહાય બંધ કરી
વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું, “રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું ધ્યાન શાંતિ પર છે. અમને અમારા ભાગીદારો પણ તે ધ્યેય માટે પ્રતિબદ્ધ થવાની જરૂર છે. અમે શાંતિ કરાર કરવામાં મદદ કરશે તેની ખાતરી કરવા માટે અમારી સહાયને થોભાવી રહ્યા છીએ અને તેની સમીક્ષા કરી રહ્યા છીએ.”
ઝેલેન્સકી પર લગાવાયા આરોપ
ટ્રમ્પના અધિકારીઓએ જણાવ્યુ છે કે, રાષ્ટ્રપતિ ત્યાં સુધી તમામ મદદની યોજનાઓ રોકી દેશે જ્યાં સુધી કિવી શાંતિ વાર્તા માટે પ્રતિબદ્ધતા ન દર્શાવે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ ટ્રમ્પે આ મામલે આદેશ આપ્યા હતા. ટ્રમ્પે ઝેલેન્સકી પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, જ્યાં સુધી અમેરિકાનું સમર્થન તેમની સાથે છે ત્યાં સુધી તેઓ શાંતિ નથી ઇચ્છતા. વિદેશમંત્રી માર્કો રુબિયોએ જણાવ્યુ હતુ કે, ટ્રમ્પ સાથે ખરાબ વ્યવહાર કરવા માટે ઝેલેન્સકી માફી માગે. યૂક્રેનની સેના મદદ રોકવા માટે ટ્રમ્પની યૂક્રેન પર દબાણ બનાવવાની રણનીતિનો હિસ્સો છે. અને ટ્રમ્પને એ વાતની આશા છે કે, સેનાની મદદ રોકવાથી ઝેલેન્સકી ફરી વાતચીત કરવા તૈયાર થશે. તો આ તરફ,, અમેરિકાએ ઇઝરાયેલના પીએમ નેતન્યાહુના વોશિંગટન પ્રવાસ બાદ ઇઝરાયેલને અપાતી મદદમાં વધારો કર્યો છે.


