અમેરિકાના પોડકાસ્ટર અને AI રિસર્ચર લેક્સ ફ્રિડમેને પીએમ મોદી સાથે પોડકાસ્ટ કર્યો હતો. આ પોડકાસ્ટની દુનિયાભરમાં ધૂમ જોવા મળી રહી છે. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ તમામ નેતાઓ અને પોતાના સફર વિશે ઘણી મહત્ત્વની વાતો કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ પીએમ મોદીએ ઘણી વાતો કહી છે. ત્યારે પીએમ મોદીના ખાસ મિત્ર ગણાતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીનો પોડકાસ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટની ધૂમ
લેક્સ ફ્રિડમેન દ્વારા લેવામાં આવેલા પોડકાસ્ટમાં પીએમે વૈશ્વિક રાજનીતિ અને હિન્દુ ધર્મ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ટ્રમ્પે પોતાના ખાનગી સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્રૂથ પર આ પોડકાસ્ટ શેર કર્યો છે. પીએમ મોદીએ ટ્રમ્પ સાથેના પોતાના મજબૂત સંબંધો અને અમેરિકા સાથેની મિત્રતાની વાત કરી હતી. એક મિત્રના રૂપમાં ટ્રમ્પની કઇ વાત પસંદ છે?. જ્યારે આ સવાલ પીએમ મોદીને કરવામાં આવ્યો ત્યારે તેઓએ એક જુની ઘટના યાદી કરી હતી. અને જણાવ્યુ હતુ કે, હ્યુસ્ટનમાં તેમનો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું ત્યાં હાજર હતા. આખું સ્ટેડિયમ લોકોથી ભરેલું હતું. અમેરિકામાં એક જ જગ્યાએ આટલા બધા લોકોનું એકત્ર થવું એ એક મોટી ઘટના હતી. જ્યારે તેઓએ ત્યાં ભાષણ આપ્યું ત્યારે ટ્રમ્પ નીચે બેઠા હતા અને તેમને સાંભળી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ સ્ટેડિયમમાં બેસીને સાંભળી રહ્યા છે અને તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા છે. એ તેમની મહાનતા છે.
ટ્રમ્પ પર છે વિશ્વાસઃ મોદી
પીએમ મોદીએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ભાષણ આપ્યા પછી, તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. અને તેઓ ટ્રમ્પને કહ્યું કે, ‘આવો, આપણે સ્ટેડિયમનો ચક્કર લગાવીએ, ત્યાં ઘણા બધા લોકો છે. ચાલો બધાનું અભિવાદન કરીએ અને પછી પાછા આવીએ’. તેઓએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, યુએસ પ્રમુખ ટ્રમ્પ તેમની સાથે ભીડમાં ચાલ્યા ગયા. આ સમય દરમિયાન, અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અચાનક બેચેન બની ગઈ. પણ આ વ્યક્તિમાં આટલી બધી હિંમત છે એ વાત તેમના હૃદયને સ્પર્શી ગઈ. તેઓ આ નિર્ણયો જાતે લે છે અને જો તેમને મોદીમાં વિશ્વાસ હોય કે જો મોદી તેમને સાથે લઈ રહ્યા છે તો તેઓ તેમની સાથે ચાલશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પને ગોળી વાગી હતી, ત્યારે તેઓેએ ફક્ત એક જ ટ્રમ્પ જોયો હતો. ટ્રમ્પ જે મારો હાથ પકડીને સ્ટેડિયમમાંથી પસાર થઈ રહ્યા હતા અને ટ્રમ્પ જે ગોળી વાગ્યા પછી પણ અમેરિકા માટે જીવ્યા. પીએમ મોદીએ કહ્યું કે તેઓ ‘ઈન્ડિયા ફર્સ્ટ’ વ્યક્તિ છું અને ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ વ્યક્તિ છે. તો, આપણી જોડી સમાન બને છે. ટ્રમ્પના આ શબ્દો આકર્ષક છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ AI સંશોધક લેક્સ ફ્રિડમેનને ત્રણ કલાક 17 મિનિટનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. જે રવિવારે સાંજે પ્રસારિત થયો હતો.


