અમેરિકામાં રહેનાર ભારતીયો માટે એક ખરાબ સમાચાર છે. રેમિટન્સ પર 3.5% ટેક્સ લાગશે. બિલનું નામ “ધ વન, બીગ, બ્યુટીફુલ બિલ” છે. જે નાણા મોકલી રહ્યા છે તેઓએ ટેક્સ આપવો પડશે. અમેરિકામાં રહેનાર ભારતીયો પર વર્ષ દરમિયાન 1.6 અરબ અમેરિકી ડૉલરનો બોજો વધી શકે છે. અમેરિકામાં વસતા ભારતીયો પરિવાર ચલાવવા માટે ભારત નાણાં મોકલે અને કર પણ ચુકવશે. જેના કારણે તેમના માટે આ સમય વિકટ સાબિત થઇ શકે છે.
ટ્રમ્પ ટૈરિફના કારણે વિદેશથી લોકો નાણાં નથી મંગાવી શકતા ?
અમેરિકામાં રહેનાર ભારતીયો પર ટેક્સનો બોજો વધી શકે છે. બિન-નાગરિકો દ્વારા મોકલવામાં આવેલા નાણાં પર 3.5% રેમિટન્સ ટેક્સ લાદવામાં આવ્યો છે. જેના કારણે અમેરિકામાંથી ભારતમાં પોતાના પરિવારને પૈસા મોકલવાનું મુશ્કેલ બનશે. અમેરિકામાં રહેનાર ભારતીયો પર દરવર્ષે 1.6 અરબનો બોજો સહન કરવાનો વારો આવશે. RBIના ડેટા અનુસાર રેમિટન્સના માધ્યમથી ભારતમાં આવનાર નાણાં 2010- 11માં 55.6 અરબ ડૉલર હતો. તો 2023-24માં વધીને 118.7 અરબ ડૉલર થયો હતો. ભારતને મળનાર કુલ પૈસામાં અમેરિકાનો ભાગ 2020-21માં 23.4 ટકા હતો. 2023-24માં 27.7 ટકા થયો હતો. આ રેમિટન્સને ભારતાની તાકાત માનવામાં આવે છે. આ વિદેશી મુદ્રા એક મહત્વનો ભાગ છે. પરંતુ ટેરિફના કારણે વિદેશથી નાણાં મંગાવવુ મુશ્કેલ બન્યુ છે.
“ધ વન, બીગ, બ્યુટીફુલ બિલ”
ટ્રમ્પ સરકારે રેમિટન્સ પર નવું બિલ લાવી રહી છે. આ બિલનું નામ “ધ વન, બીગ, બ્યુટીફુલ બિલ” છે. આ બિલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેમિટન્સ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવશે. આ કર એ લોકો ચુકવશે જે નાણાં મોકલી રહ્યા છે. આનો અર્થ એ છે કે જે નાણાં મોકલશે તે ટેક્સ પણ ચુકવશે. આ ટેક્સ દરેક પ્રકારના રેમિટન્સ પર લાદવામાં આવ્યો છે. પરંતુ આ ટેક્સ એ લોકોના બિલ પર નહી લાગે કે જેઓ વેરિફાઇન્ડ યૂએસ સેન્ડર છે. ઇડી આનાથી નિયમિતપણે પૈસા મોકલતા લોકો પર અસર થવાની ધારણા છે. જે લોકો અમેરિકા ગયા છે તેઓ ત્યાં સારી સંભાવનાઓ માટે ગયા છે જેથી તેઓ ઘરે પાછા પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે.
NRI માટે મુશ્કેલ સમય
જો કોઈ વ્યક્તિએ યુએસ સ્ટોક્સ અથવા અન્ય નાણાકીય સાધનોમાં રોકાણ કર્યું હોય અને પછીથી તે પૈસા ઉપાડવા માંગે છે. તો શું આવા વ્યવહારો પર 3.5% ટેક્સ લાગુ પડશે? આ અંગે નિષ્ણાત કહે છે કે રોકાણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ થવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ યુ.એસ.માં બેંક ખાતું ખોલે છે. તેના દ્વારા રોકાણ કરે છે. તે જ ખાતામાં વેચાણની રકમ મેળવે છે અને પછી તે પૈસા ભારતમાં મોકલે છે. તો આવા કિસ્સામાં કર લાદવામાં આવી શકે છે.
આ ટેક્સ અમેરિકન નાગરિકો પર નથી
આ ટેક્સ પૈસા મોકલતી વખતે કાપવામાં આવશે. આનાથી બેંક ટ્રાન્સફર અને NRE/NRO ખાતાઓ પર અસર પડશે. બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો પાસે સામાજિક સુરક્ષા નંબર છે તેમને પણ કર મુક્તિ મળશે. આનો અર્થ એ થયો કે જો તમે ભૂલથી ટેક્સ ચૂકવી દીધો હોય, તો તમને તે પૈસા પાછા મળશે. આ બિલમાં એક એન્ટિ-કન્ડ્યુટ નિયમ પણ છે. બિલ મુજબ, આ નિયમ ચકાસાયેલ અમેરિકન નાગરિકો દ્વારા મોકલવામાં આવેલા રેમિટન્સ પર લાગુ થશે નહીં. આનો સ્પષ્ટ અર્થ એ છે કે જો તમે અમેરિકન નાગરિક છો, તો તમારે આ ટેક્સ ચૂકવવો પડશે નહીં.