અમેરિકાના પ્રખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક પર મોટો આરોપ લગાવ્યો છે. અખબારે દાવો કર્યો છે કે મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરતી વખતે મોટી માત્રામાં ડ્રગ્સનું સેવન કરતા હતા. તેઓ દરરોજ 20 ગોળીઓનું બોક્સ રાખતા હતા. તેમાં કેટામાઇન, એક્સ્ટસી અને સાયકાડેલિક મશરૂમ જેવા ડ્રગ્સનો સમાવેશ થાય છે. આ દાવો સૂત્રોને ટાંકીને કરવામાં આવ્યો છે.
મસ્ક લે છે રોજ આટલી ગોળીઓ!
ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે, જ્યારે એલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરતા હતા. ત્યારે તેઓ ડ્રગ્સ લેતા હતા તેમ જણાવ્યુ છે. તો આ તરફ, મસ્કે આ આરોપોને ફગાવી દીધા છે અને ન્યૂ યોર્ક ટાઈમ્સને અવિશ્વસનીય ગણાવ્યા છે. સાથે જ તેમના દાવા પોકળ હોવાનું જણાવ્યુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સે એલોન મસ્ક પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. મસ્કે એટલું બધું કેટામાઇન લીધું હતું કે તેમના મૂત્રાશયને નુકસાન થયું હતું. વર્ષ 2024માં એલોન મસ્કે પત્રકાર ડોન લેમનને કહ્યું હતું કે તેઓ દર બે અઠવાડિયે થોડું કેટામાઇન લે છે. પરંતુ અખબાર કહે છે કે તેઓ દરરોજ તે લેતા હતા. મસ્કે કહ્યું હતું કે તે વધુ પડતા કેટામાઇન સાથે કામ કરી શકતા નથી.
અખબારના દાવા પોકળ
પત્રકારે એલોન મસ્કને ડ્રગ્સના ઉપયોગ વિશે પ્રશ્ન કર્યો હતો. ત્યારે મસ્કે જવાબ આપ્યો હતો કે, તેમણે કહ્યું કે શું આ એ જ અખબાર નથી જેને રશિયાગેટ પર ખોટી રિપોર્ટિંગ માટે પુલિત્ઝર પુરસ્કાર મળ્યો હતો. મસ્કે અખબારને અવિશ્વસનીય ગણાવ્યું. તેમણે કહ્યું કે આપણે આગળ વધવું જોઈએ. મસ્કે ડ્રગ્સના ઉપયોગની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી. મસ્કની કંપની સ્પેસએક્સની કડક નો-ડ્રગ નીતિ છે. આ સરકારી કરારોની શરત છે.