- અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થતા ચકચાર
- પીડિત પરિવારે સરકારને ભાવુક અપીલ કરી
- અમેરિકન પોલીસે અકસ્માતને લઈ સઘન તપાસ શરૂ કરી
અમેરિકામાં ફરી એકવાર ભારતીયો માટે ખરાબ ખબર આવી છે. અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. એરિઝોનામાં લૅક પ્લેઝન્ટ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થઈ ગયા છે. પોલીસ જાણકારી આપતા જણાવ્યું કે મૃતક વિદ્યાર્થીઓની ઓળખ 13
બંને મિત્રો અકસ્માતનો ભોગ બન્યા
સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 20 એપ્રિલના રોજ સાંજે લગભગ 6:18 વાગ્યે રાજ્ય રૂટ 74ની ઉત્તરે આવેલા કૅસલ હોટ સ્પ્રિંગ્સ રોડ પર બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, “વાહનો કેવી રીતે અથડાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.” પોલીસે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ તેલંગાણાના રહેવાસી હતા
મળતી માહિતી મુજબ, નિવેશ મુક્કા તેલંગાણાના કરીમનગર જિલ્લાના હુઝુરાબાદ શહેરનો રહેવાસી હતો અને ગૌતમ પારસી જાનગાંવ જિલ્લાના સ્ટેશન ઘનપુરનો રહેવાસી હતો. બંને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા. અકસ્માત સમયે બંને મિત્રો સાથે યુનિવર્સિટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવતી એક કારે તેમના વાહનને ટક્કર મારી હતી. બંને વિદ્યાર્થીઓના પરિવારજનોએ મૃતદેહને ઘરે લાવવા માટે ભારત સરકારને મદદની અપીલ કરી છે.


