- હમાસ અને ઈઝરાયલ વચ્ચે પાંચ મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
- ઈઝરાયલે અનાજ લેવા ઊભી રહેલી ભીડ પર ગોળીબાર કર્યો હતો
- ગાઝામાં થયેલા હુમલાને લઈ અમેરિકા હવે મોટું પગલું ભરશે
ગાઝામાં રાહત સામગ્રીની વાટ જોઈ રહેલા લોકો પર ઈઝરાયલના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકા જલ્દી ગાઝામાં હવાઈ માર્ગથી ગાઝામાં માનવીય સેવા પહોંચાડશે. બાઈડેનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ અગાઉ ઈઝરાયલી સૈનિકો સાથે થયેલી ભીષણ અથડામણમાં અનેક પેલેસ્ટિયન નાગરિકોનાં મોત થયા હતા. બાઈડેને કહ્યું કે આગામી દિવસોમાં ગાઝામાં વિમાન અને હેલિકોપ્ટરથી ત્યાંના લોકોને માનવીય સહાયતા મોકલાશે. ગાઝામાં ગુરુવારે અનાજ લેવા ઉભા રહેલા ટોળા પર ઈઝરાયલી સૈનિકોએ કરેલા ગોળીબારમાં 160થી વધુ લોકોનાં મોત થયા હતા. જ્યારે 700થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
#
વિદેશમાં ગાઝા પર થયેલા હુમલાનું રિએક્શન
ગાઝામાં આ હુમલા પર ઘણા દેશોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા દેશોએ ઈઝરાયલના હુમલાનો વખોડી કાઢયો છે. આવામાં ભારતનું પણ આની પર નિવેદન આવ્યું છે. આ પ્રકારથી જાનહાનિ અને ગાઝાની સ્થિતિ ખૂબ ચિંતાનું કારણ બન્યું છે.
હુમલા પર ભારતનું નિવેદન
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે માનવીય મદદ પૂરી પાડવા દરમ્યાન ઉત્તરી ગાઝામાં ગઈકાલે લોકો માર્યા જવાથી અમે ખૂબ સ્તબ્ધ છીએ. અમે માનવીય મદદની સુરક્ષિત અને સમય પર પૂરી પાડવા ફરીથી આહવાન કરીએ છીએ. જો કે નિવેદનમાં ઈઝરાયલનો કોઈ ઉલ્લેખ નથી કરાયો.
શું છે સમગ્ર મુદ્દો
તમને જણાવી દઈએ કે હમાસે ગત વર્ષે સાત ઑક્ટોબરકે ઈઝરાયલ પર ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે 250થી વધુ લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઈઝરાયલે હમાસના વિસ્તારો જેવા કે ગાઝા પર હુમલા શરૂ કર્યા હતા. પહેલા એર સ્ટ્રાઈક કરી બાદ જમીન પર હુમલા શરૂ કર્યા હતા. આ હુમલામાં ગાઝામાં આશરે 30 હજાર પેલેસ્ટિયનના મોત થયા હતા. જ્યારે 60 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાખો લોકો બેઘર થયા છે. મોટાભાગના લોકો ઉત્તરથી દક્ષિણી ગાઝામાં ચાલ્યા ગયા છે. પરંતુ અહીં પણ ઈઝરાયલનો કેર યથાવત્ છે.


