ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકા પાછા ફર્યા છે પણ અસ્થિરતમાં વધારો થયો છે. દરમિયાન, ટ્રમ્પને જીતાડનારા અમેરિકન નાગરિકો હવે મોટી સંખ્યામાં દેશ છોડી રહ્યા છે. અમેરિકન નાગરિકો બ્રિટિશ નાગરિકતા મેળવવાની રેસમાં છે. 21 વર્ષમાં આ આંકડામાં વધારો નોંધાયો છે અને અમેરિકનોએ અમેરિકન નાગરિકતા પણ છોડી દીધી છે.
બ્રિટેનની હોમ ઓફિસના તાજેતરના જાહેર થયેલા આંકડા મુજબ, જાન્યુઆરી અને માર્ચ 2025 વચ્ચે, 1,931 અમેરિકનોએ બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરી હતી. જે 2004 પછીનો સૌથી વધુ આંકડો છે. આ આંકડો છેલ્લા ત્રણ મહિના કરતાં 12% વધુ આ એ જ સમય છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
કોવિડ 19 વખતે દેશ છોડવાનો ટ્રેન્ડ હતો
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા અને કોવિડ-19 કહેર મચાવી રહ્યો હતો, ત્યારે અમેરિકન નાગરિકોનો દેશ છોડવાનો ટ્રેન્ડ વધ્યો હતો. 2020 ના પ્રથમ છ મહિનામાં, 5800થી વધુ લોકોએ પોતાની નાગરિકતાનો છોડી હતી જેનો આંક 2019થી 3 ગણો વધુ હતો.
અન્ય સ્થળે કાયમી સ્થાયી થવા દેશ છોડાય છે
લોકો ફક્ત રાજકારણથી જ નહીં, પણ કર પ્રણાલી, આરોગ્ય સુવિધાઓની સ્થિતિ અને સામાજિક વાતાવરણથી પણ પરેશાન છે. એકાઉન્ટિંગ ફર્મ બેમ્બ્રિજ એકાઉન્ટન્ટ્સ અનુસાર, આ તે લોકો છે જેઓ અમેરિકા છોડીને ગયા છે અને હવે અન્યત્ર કાયમી રીતે સ્થાયી થવા માંગે છે. ખાસ કરીને, યુકેમાં “સ્થાયી સ્થિતિ” મેળવનારા અમેરિકનોની સંખ્યા 2024 માં 5,500 થી વધુ હતી, જે ગયા વર્ષ કરતા 20% વધુ છે.
યુરોપમાં નિયમો કડક બનાવાશે
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે નવા ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકતાના નિયમો વધુ કડક કરવામાં આવશે. ઇટાલીએ પણ એક નવો કાયદો પસાર કર્યો છે, જે વંશાવળીના આધારે નાગરિકતા આપવાનું બંધ કરશે.