ભારતીય લોકોમાં કદમાં નાના એવા કિનોઆ અનાજનું સેવન વધી રહ્યું છે. આ અનાજના બીજમાં પ્રોટીન , ડાયેટરી ફાઈબર , બી વિટામિન્સ અને ડાયેટરી મિનરલ્સ ખાસ કરીને પોટેશિયમ અને મેગ્નેશિયમ જેના પોષક તત્વો અન્ય અનાજની સરખામણીએ વધુ છે. કિનોઆ અનાજને આહારમાં નિયમિત સામેલ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે સાથે-સાથે શરીરને અન્ય ફાયદા પણ થશે.
કિનોઆ અનાજના ફાયદા
ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો રહેલા હોવાથી કિનોઆ એક સંપૂર્ણ આરોગ્યપ્રદ આહાર છે. આ અનાજનું સેવન કરવાથી વજન જાળવવામાં મદદ મળશે, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવાના કારણે હાર્ટએટેકનું જોખમ ઘટશે. ક્વિનોઆ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ ઘટશે. ખાસ કરીને જે લોકોમાં એનિમિયાની સમસ્યાના કારણે સુસ્તી રહેતી હોય તેમણે અવશ્ય આહારમાં આ અનાજને સામેલ કરવો જોઈએ. તેમાં પ્રચૂર માત્રામાં કેલ્શિયમ હોવાથી તેના સેવનથી હાડકાં મજબૂત બનશે.
કેવી રીતે કરવું સેવન
સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા તમે એક દિવસમાં એકથી બે કપ કિનોઆનું સેવન કરી શકો છો. તમે આ અનાજનો ખીચડીમાં તેમજ બાફેલા અનાજ કે ચોખાની જગ્યાએ પણ ઉપયોગમાં લઈ શકો છો. ચોખા અને ઘંઉના લોટની જેમ બજારમાં કિનોઆનો લોટ પણ ઉપલબ્ધ છે તમે તેનો ઉપયોગ રોટલી અને પરોઠા બનાવવા કરી શકો છો. આ ઉપરાંત ઓટ્સનો વિકલ્પ તરીકે અને મખાનાની જેમ દૂધમાં ઉકાળીને તેનું સેવન કરી શકો છો. આરોગ્ય તંદુરસ્ત રાખવા તમે અઠવાડિયામાં 3-4 વખત આ અનાજનો વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )