- બંને દેશોએ 20 મહત્વના કરારોની કરી આપ-લે
- ચીનના સન હૈયાન માલદીવ્સના રાષ્ટ્રપતિને મળ્યાં
- ચીન સાથે આર્થિક અને રાજકીય સંબંધોને પ્રોત્સાહન
ચીનના આંતરરાષ્ટ્રીય મુદ્દો સંભાળતા વાઈસ મિનીસ્ટર સન હૈયાન માલદીવ્સના રાષ્ટ્રપતિ ને મળ્યાં. ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના ઈન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટના વાઈસ મિનિસ્ટર સુન હૈયાને સોમવારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને બંને રાષ્ટ્રો વચ્ચેના વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા પછી મુલાકાત કરી હતી. આ બંને નેતાઓએ માલદીવ અને ચીન વચ્ચેની સીધી ફ્લાઈટ્સની તાજેતરની સફળતા અને ચીનના કેટલાક શહેરોથી માલદીવ સુધી સીધી ફ્લાઈટ્સ લંબાવવાની શક્યતાની પણ સમીક્ષા કરી હતી. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ બેઠકમાં મુઈઝુની ચીનની રાજ્ય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરાયેલા કરારોને તાત્કાલિક અમલમાં મૂકવાના માર્ગો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
માલદીવના લોકો માટે તાલીમની ઓફર
આ મીટિંગ દરમિયાન, સન હૈયાને જણાવ્યું હતું કે, તમામ સંબંધિત અધિકારીઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં તેમના માલદીવ્સના સમકક્ષો લોકો સાથે રહીને કામ કરવા આતુર છે. વધુમાં જમાવ્યું હતું કે, વ્યૂહાત્મક દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાં અને માલદીવના લોકો માટે વિવિધ ક્ષેત્રોમાં તાલીમની શક્યતાઓ ઓફર કરવામાં રસ દર્શાવ્યો હતો.
માલદીવ અને ચીન વચ્ચે થયેલા કરારોને અમલમાં મુકાશે
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ માલદીવના લોકો માટે તાલીમની તકો અને અન્ય સમર્થન માટે ચીનનો આભાર વ્યક્ત કર્યો. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, તેમણે માલદીવ અને ચીન વચ્ચે થયેલા કરારોને અમલમાં મૂકવાની તેમની આતુરતા વ્યક્ત કરી હતી. તેમજ માલદીવ અને ચીન વચ્ચે શહેર-થી-શહેર સંબંધો સુધારવાની પણ ચર્ચા કરી. બંને નેતાઓએ માલદીવ અને ચીન વચ્ચે ભાવિ સહયોગ અને મજબૂત સંબંધો પર ચર્ચા કરી.
મોહમ્મદ મુઇઝ્ઝુએ જાહેરાત કરી
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટ (VIA) ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરીના રોજ, મોહમ્મદ મુઇઝ્ઝુએ જાહેરાત કરી હતી કે ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા માટે માલદીવને કૃષિ વિકાસના વિસ્તરણમાં મદદ કરવા માટેના કરાર પર ચીનની સરકાર સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચીન સાથેની આ મુલાકાત પૂર્ણ કર્યા બાદ માલદીવ પરત ફર્યા બાદ તેમણે આ બાબતે જણાવ્યું હતું. મુઇઝુની ચીનની રાજ્ય મુલાકાત દરમિયાન ચીન અને માલદીવ વચ્ચે સત્તાવાર વાટાઘાટો બાદ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ હસ્તાક્ષર સમારોહમાં 20 મહત્વના કરારોની આપલે કરી હતી.
ઉથુરુ થિલા ફાલ્હુ (UTF) ખાતે ચોક્કસ કૃષિ યોજના શરૂ
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક પ્રેસનોટ જણાવ્યું હતું કે, બંને રાષ્ટ્રો વચ્ચે થયેલા કરારો પર બોલતા, મુઇઝુએ જણાવ્યું કે ઉથુરુ થિલા ફાલ્હુ (UTF) ખાતે ચોક્કસ કૃષિ યોજના શરૂ કરવા માટે ચર્ચા હાથ ધરવામાં આવી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કલ્પના કરાયેલ પ્રોજેક્ટ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કૃષિ કોમોડિટીની ખેતીની બાંયધરી આપશે, જે ઓછામાં ઓછી 200,000 લોકોની વસ્તી માટે પૂરતી છે.
સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધોને પ્રોત્સાહન
વધુમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાની સાથે 7-13 જાન્યુઆરી સુધી ચીનની તેમની રાજ્ય મુલાકાતે આવ્યું હતું. તેમની ચીનની મુલાકાત દરમિયાન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ અને પ્રથમ મહિલા સાજીધા મોહમ્મદે આગળ અનેક કરારો પર કાર્યવાહી હાથ ધરી હતી અને ઈન્વેસ્ટ માલદીવ ફોરમમાં રાષ્ટ્રપતિની સહભાગિતા સહિત વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. તેમણે ચીન સાથે વધુ સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધોને પ્રોત્સાહન આપતા અનેક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી.


