- ઈઝરાયલ-હમાસ વચ્ચે બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ હજી લડી લેવાના મૂડમાં
- હમાસનો ખાત્મો કરવાનું નેતન્યાહૂનું લક્ષ્ય
હમાસ અને ઈઝરાયલ વચ્ચે સતત બે મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્ છે. અત્યાર સુધી બંને પક્ષનાં હજારો લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલે હમાસને સંપૂર્ણ સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે. ત્યારે આતંકી કૃત્યોથી હમાસનું પેટ હજી નથી ભરાયું. હાલ તો યુદ્ધની ગતિ વઘી રહી છે. લોકોનાં જીવની કોઈને પડી નથી. આ દરમ્યાન ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ ઈઝરાયલની સાથે ગાઝા પટ્ટીની સરહદ પર ફરથી નિયંત્રણ કરવાનો સંકલ્પ લીધો છે અને હુમલામાં ઝડપ વધારી દીધી છે.
સાત ઑક્ટોબરથી હુમલા યથાવત્
હમાસે ગાઝાથી થોડા અંતરે ઈઝરાયલના શહેરોમાં અચાનક પાંચ હજાર રોકેટનો મારો ચલાવ્યો હતો. એટલું જ નહીં બંદૂકધારીઓ ઈઝરાયલના શહેરમાં ઘુસી જઈને સૈન્ય વાહનો પર કબ્જો કરી હુમલા કર્યા હતા. અનેક ઈઝરાયલની સૈનિકોને બંધક બનાવી લીધા હતા. ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધમાં અત્યાર સુધી 21 હજારથી વધુ લોકોનાં મોત થઈ ગયા છે. હમાસ તરફથી થયેલા હુમલામાં ઈઝરાયલના 1200થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે ઈઝરાયલ તરફથી કરાયેલા વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં આશરે 21 હજાર લોકોનાં મોત થયાની જાણકારી સામે આવી છે.
ફિલાડેલ્ફિયા કૉરિડોર કબ્જામાં
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેને ઈજિપ્ત પાસે ગાઝાની સીમાને અડીને આવેલા ફિલાડેલ્ફિયા કૉરિડોર બફર ઝૉન અથવા આને યોગ્ય રીતે કહેવામાં આવે કે, દક્ષિણનો વિસ્તારમાં અમારા હાથમાં હોવો જોઈએ. આને બંધ કરવો જોઈએ તેવી વાત કોન્ફરન્સમાં નેતન્યાહૂએ કરી હતી.
યુદ્ધ છેલ્લી સ્થિતિમાં
નેતન્યાહૂના જણાવ્યા પ્રમાણે, હાલ યુદ્ધ છેલ્લી ઘડીમાં છે. અમે તમામ મોરચે લડી રહ્યા છીએ. જીત મેળવા સમયની જરૂર છે. ઈઝરાયલના સુરક્ષાદળોનું કહેવું છે કે, યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે.
બેંઝામિન નેતન્યાહૂની ઈરાનને ખુલ્લી ધમકી
ઈઝરાયલ-લેબેનોન સરહદ પર દરરોજ ગોળીબારને લઈ નેતન્યાહૂએ ઈરાન પર સીધો હુમલો કરવાની ધમકી આપી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, જો હિઝબુલ્લા યુદ્ધને પ્રોત્સાહન આપશે તો તેને પણ આવા ઝાટકા સહન કરવા પડશે. જે વિશે તેને સપનામાં પણ નહિ વિચાર્યું હોય.


